શિલોંગ: સ્થાનિક પોલીસના જણાવ્યાનુંસાર, આ બેઠક નાગરિકતા કાયદાના વિરોધમાં અને ઈનર લાઈન પરમિટને જલ્દી જ લાગુ કરવા માટે ઈચમતી વિસ્તારમાં આયોજિત કરવામાં આવી હતી. શનિવારે આ અથડામણ ત્યારે હિંસક બની, જ્યારે બજારની વચ્ચે એક અન્ય અપ્રવાસી મજૂરની હત્યા કરવામાં આવી હતી. જેથી બે લોકોના મોત બાદ પ્રશાસન એકશનમાં આવ્યું છે.
મેઘાલયમાં હિંસા: 2 લોકોના મોત, 6 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ - ઈનર લાઈન પરમિટ ન્યૂઝ
દિલ્હીમાં હિંસા બાદ હવે મેઘાલય પણ સળગી રહ્યું છે. નાગરિકતા કાયદા અને ઈનર લાઈન પરમિટ (ILP)ને લઇને આયોજિત બેઠકમાં શુક્રવારે કેએસયૂ કાર્યકર્તાઓ અને ગેર આદિવાસીઓની વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.
મેઘાલયના 6 જિલ્લાઓમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે અને કર્ફ્યુ પણ લગાવવામાં આવ્યું છે.મેધાલયમાં હિંસા બાદ 6 જિલ્લા પૈકી પૂર્વ જયંતિયા હિલ્સ, વેસ્ટ જયંતિયા હિલ્સ, ઈસ્ટ ખાસી હિલ્સ, રી ભોઈ, વેસ્ટ ખાસી હિલ્સ એક સાઉથ વેસ્ટ ખાસી હિલ્સમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓને બંધ કરી દેવામાં આવી છે. મેઘાલયની રાજધાની શિલોન્ગની નજીકમાં વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે.
મેઘાલયના મુખ્યપ્રધાન કોર્નાડ સંગમાંએ આ ઘટનાના તપાસના આદેશ આપ્યાં છે. આ અંગે મુખ્યપ્રધાને કહ્યું કે, તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યું છે. CM સંગમાએ હિંસામાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી છે. કાયદા વ્યવસ્થા બનાવી રાખવા માટે કેન્દ્રીય પેરા મીલેટ્રી દળને તૈનાત કરવામાં આવ્યું છે. હિંસાના કારણે મેઘાલયમાં બે લોકોના મોત થયા છે. જ્યારે 16 લોકો ઘાયલ છે.