મોસ્કો: ભારતના વિદેશ પ્રધાન એસ.જયશંકર આજે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી ની સાથે રશિયાની રાજધાની મોસ્કોમાં બેઠક યોજશે. આ દરમિયાન રશિયાના વિદેશ પ્રધાન પણ હાજર રહેશે. ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ પર ચર્ચા થવાની સંભાવના છે.
મોસ્કોમાં આજે વિદેશ પ્રધાનોની બેઠક, ચીની વિદેશ પ્રધાન સાથે તણાવ અંગે થઇ શકે છે ચર્ચા - SCO meeting
મોસ્કોમાં આજે શંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં ભારત અને ચીનના વિદેશ પ્રધાન ભાગ લેશે. આ બેઠકમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યી અને ભારતીય વિદેશ પ્રધાન જયશંકરની વચ્ચે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
ભારત - ચીનના વિદેશ પ્રધાન
વિદેશ પ્રધાન એસ.જયશંકર શંઘાઇ સહયોગ સંગઠનની વિદેશ પ્રધાનોની પરિષદમાં ભાગ લેવા મોસ્કો પહોંચ્યા છે. વિદેશ પ્રધાન પરિષદની બેઠક સાથે અન્ય દ્વિપક્ષીય બેઠકો પણ યોજશે.
આ આગાઉ 2018માં 23-24 એપ્રિલના રોજ બીજિંગ અને 2019માં 21-22 મેના રોજ બિશ્કેકમાં બે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું.