ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી સરકારના ખાતાની ફાળવણી, જળશકિત નામે નવું મંત્રાલય બનાવવામાં આવ્યું - BIMSTEC

ન્યૂઝ ડેસ્કઃ મોદી કેબીનેટ દ્વારા ખાતાની ફાળવણીને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આવો જાણીએ કોને કયું ખાતું સોપવામાં આવ્યું છે.

houese

By

Published : May 31, 2019, 12:34 PM IST

Updated : May 31, 2019, 1:29 PM IST

બાબુલ સુપ્રિયોને રાજય પર્યાવરણ પ્રધાન, એસ.જયશંકરને વિદેશ પ્રધાન તો રિજિજુને રમત ગમતનું ખાતુ સોંપાયુ.

રાજકુમાર સિંહને ઉર્જા પ્રધાનનો સ્વતંત્ર હવાલો, અશ્વીની ચોબેને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ફગ્ગન સિંહને સ્ટીલ મંત્રાલય, વિ.કે.સિંહને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેનું ખાતુ સોપવામાં આવ્યું.

ગજેન્દ્ર શેખાવતને જળ શક્તિ મંત્રાલય, મનસુખ માંડવિયાને શિપિગનો સ્વતંત્ર હવાલો, પુરુપોત્તમ રુપાલાને કૃષિ રાજ્ય પ્રધાન, નિતિન ગડકરીને માર્ગ અને પરિવહન મંત્રાલયનું ખાતુ સોપવામાં આવ્યું છે.

મોદી કેબીનેટમાં ખાતા ફાળવણી અંગે હાલમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તો બીજી બાજુ રાજનાથ સિંહને સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત નિર્મલા સિતારમણને નાણામંત્રાલય સોંપવામાં આવ્યું છે.

અન્ય દિગ્ગજ નેતાઓની વાત કરીએ તો, સ્મૃતિ ઈરાણી બાળ આયોગનું ખાતું સોંંપવામાં આવ્યું છે.

Last Updated : May 31, 2019, 1:29 PM IST

ABOUT THE AUTHOR

...view details