ગુજરાત

gujarat

By

Published : Feb 2, 2020, 7:58 AM IST

ETV Bharat / bharat

ચાર્ટડ એકાઉન્ટન્ટે શરૂ કર્યો ઝીરો વેસ્ટ સ્ટોર, જ્યાં કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરાતો

ચૈન્નઈ, શિમલા અને બેંગ્લોરના ઝીરો વેસ્ટ સ્ટોરમાંથી પ્રેરણા લઈને હૈદરાબાદના ચાર્ટ્ડ એકાઉન્ટન્ટે આ અભિગમ અપનાવ્યો છે. તેમના મતે શહેરને ઝીરો વેસ્ટ સ્ટોરની ખૂબ જ જરૂરીયાત છે. સિકંદરાબાદમાં આવેલા આ સ્ટોરમાં અનાજથી માંડી ઘરના બનેલા અથાણાં અને નાસ્તાં સહિત 170 જેટલા ઉત્પાદનોનું વેંચાણ કરાય છે. જેને કાચના કન્ટેનરો અને ધાતુથી બનેલા ડબ્બામાં રાખવામાં આવે છે.

ચાર્ટડ એકાઉન્ટન્ટે શરૂ કર્યો ઝીરો વેસ્ટ સ્ટોર, જ્યાં કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરાતો
ચાર્ટડ એકાઉન્ટન્ટે શરૂ કર્યો ઝીરો વેસ્ટ સ્ટોર, જ્યાં કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરાતો

હૈદરાબાદઃ ઝીરો વેસ્ટ સ્ટોરનું આંતરિક માળખુ જ કંઈક એવું છે કે, નાગરિકોને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે પ્રેરીત કરે છે. આ સ્ટોરમાં ખાદ્ય પદાર્થો વધુ પ્રમાણમાં જોવા મળશે. વળી, અહીંના કેટલાય ઉત્પાદનો તો મહિલાઓ જ તૈયાર કરે છે. જેમાં કોફી સ્ક્રબ, હર્બલ સાબુ, જૈવિક શેમ્પુ અને અથાણાં સહિત કાપડના બેગ જેવી સામગ્રી સામેલ છે. ગ્રાહક સ્ટોરમાં દાખલ થાય કે તરત જ દિવાલો પર કેટલાય સુવાક્યો જોવા મળશે, જે લોકોને પ્લાસ્ટિકથી દૂર રહેવા પ્રેરિત કરે છે.

ચાર્ટડ એકાઉન્ટન્ટે શરૂ કર્યો ઝીરો વેસ્ટ સ્ટોર, જ્યાં કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરાતો

ત્રણ મહિના પહેલા શરૂ કરાયેલો આ સ્ટોર શહેરની અન્ય દુકાનોથી બિલકુલ જુદો જ છે. આ સ્ટોર ફક્ત પ્લાસ્ટિકના પેકેટોથી મુક્તિ જ નહીં પરંતુ, ગ્રાહકોને જૈવિક રીતે ઉત્પાદિત કરાયેલા ઉત્પાદનોનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપે છે. લોકો પોતાના જરૂરિયાતની ઘરવખરી માટેની તમામ સામગ્રી અહીંથી ખરીદી શકે છે. પરંતુ લોકોએ આ માટે પોતાની થેલીઓ, બોટલ અને કન્ટેનર ઘરેથી લાવવા જરૂરી છે. જો તમે આ વસ્તુઓ સાથે નથી લાવ્યા, તો સ્ટોરમાં પૈસા ચૂકવી કાપડની થેલી, કાચની બોટલો અને કાગળના કવર મેળવી શકે છે. આ સ્ટોરમાં પ્લાસ્ટિક વપરાશ સામે કડક નિયમો છે.. ચોખા, દાળ, તેલ અને ક્લીનર સહિત જરૂરિયાતની સામગ્રી કાગળના કવર, કાપડના થેલા અને ડબ્બાઓમાં પેક કરીને સ્ટોર મેનેજર પ્રશનતા અનુભવે છે.

ABOUT THE AUTHOR

...view details