હોનાલ્લી (કર્ણાટક): કર્ણાટકના હન્નાલી નજીકના ગામનાં વતની ગૌડા એક સમર્પિત પ્રકૃતિ-પ્રેમી છે તથા પર્યાવરણ મામલે તેઓ અત્યંત સંવેદનશીલ છે.
સરળ અને વિનમ્ર બેકગ્રાઉન્ડ ધરાવનારાં આ આદિવાસી સમુદાયનાં સન્નારીએ તેમના આસપાસના વિસ્તારમાં વનીકરણ વિશે જાગૃતિ ફેલાવવા માટે ભારે મહેનત કરી છે. ગૌડાએ કોઇ ઔપચારિક શિક્ષણ ન કર્યું હોવા છતાં છોડવાં વિશેનું તેમનું જ્ઞાન ઘણું જ બહોળું અને સઘન છે.
તેમનું જીવન રોપાંના ઉછેર પ્રત્યે કટિબદ્ધતા ધરાવે છે. ગૌડા તેમની કાળજી લે છે અને જ્યાં સુધી રોપાં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે સક્ષમ ન થઇ જાય, ત્યાં સુધી તેમનું સંવર્ધન કરે છે.
મળો જંગલનાં એનસાઇક્લોપીડિયા અને પદ્મશ્રીથી સન્માનિત તુલસી ગૌડાને પ્રકૃતિ માટે અદમ્ય ઉત્સાહી આ મહિલા વનીકરણના કાર્યક્રમો સાથે સક્રિયપણે સંકળાયેલાં છે. પોતાના ગામમાં વિકાસના નામે થઇ રહેલા વન-વિનાશ વિરૂદ્ધ તેમણે નારાજગી વ્યક્ત કરી છે.
પર્યાવરણ ક્ષેત્રે ગૌડાના યોગદાન બદલ કર્ણાટક સરકાર દ્વારા ઘણી વખત તેમનું બહુમાન કરવામાં આવ્યું છે. રાજ્ય દ્વારા તેમને રાજ્યોત્સવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અને તેમના પ્રયાસોની ભારે સરાહના કરવામાં આવે છે.