મેરઠમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર, બે આરોપી થયા ઘાયલ
મેરઠ હાઈવે પર ગુરુવારે સવારે પલ્લવપુરમ પોલીસ સ્ટેશન અને અપરાધીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં 25 હજારનો ઇનામી આરોપી ઘાયલ થયો હતો. જ્યારે અન્ય અપરાધી ભાગવામાં સફળ રહ્યા હતાં. પોલીસે ફરાર તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
મેરઠઃ મેરઠ હાઈવે પર ગુરુવારે સવારે પલ્લવપુરમ પોલીસ સ્ટેશન અને અપરાધીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં 25 હજારનો ઇનામી આરોપી ઘાયલ થયો હતો. જ્યારે અન્ય અપરાધી ભાગવામાં સફળ રહ્યા હતાં. પોલીસે ફરાર તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પકડાયેલો બદમાશ સાથીદારો સાથે હાઈવે પર લૂંટની ઘટનાને અંજામ આપતો હતો.
પોલીસને બાતમી મળી હતી કે, કેટલાક બદમાશો લૂંટના ઇરાદે ભટકતા હોય છે. બાતમી મળતાં પોલીસે બદમાશોને ઘેરી લીધા હતા. પોલીસ તેમને રોકવા માગતી હતી પરંતુ બદમાશોએ પોલીસ પર ફાયરિંગ કરી દીધું હતું. જેના જવાબમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. સ્ટેશન ઇન્ચાર્જ દિગ્વિજય નાથના જણાવ્યા મુજબ, ઘાયલ અપરાધીનું નામ ઝાયદ છે, તે બાગપત જિલ્લાના ડોલા ગામનો રહેવાસી છે, જેના પર 25 હજારનું ઇનામ જાહેર કરાયું હતું.