નવી દિલ્હી: રવિવારે બપોરે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 3.4 નોંધાઇ હતી. ત્યારે ભૂકંપનું કેન્દ્ર દિલ્હી જણાવવામાં આવી રહ્યું છે. ધરતીકંપના આંચકા બપોરે 1: 45 વાગ્યે અનુભવાયા હતા.
દિલ્હીમાં એક મહિનામાં ત્રીજી વખત ભૂકંપ, ધરતીકંપની તીવ્રતા 3.4 નોંધાઈ - દિલ્હીમાં ભૂકંપ
રવિવારના રોજ બપોરે 1: 45 વાગ્યે દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ધરતીકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી છે.
નોંધપાત્ર વાત એ છે કે, આ મહિનામાં ત્રીજી વખત દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા 12 અને 13 એપ્રિલે દિલ્હીમાં આંચકા અનુભવાયા હતા. પૃથ્વીની સપાટીથી પાંચ કિલોમીટર નીચે ભૂકંપનું કેન્દ્ર નોંધાયું હતું. જો કે હજી સુધી કોઈ નુકસાની નોંધાઇ નથી.
જણાવી દઈએ કે, એક મહિનામાં આ ત્રીજી વખત દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા 12 એપ્રિલના રોજ ભૂકંપના આંચકા આવ્યા હતા, જેની તીવ્રતા 2.7 હતી. જે બાદ ભૂકંપના આંચકા 13 એપ્રિલના રોજ અનુભવાયા હતા, જેની તીવ્રતા 3.5 હતી.