ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છત્તીસગઢ: મેડિકલ સ્ટાફે PPE કીટ પહેરી કોરોના દર્દીઓને રાખડી બાંધી - કોરોના દર્દીઓને રાખડી બાંધવામાં આવી

છત્તીસગઢના કોરબા જિલ્લામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં મહિલા મેડિકલ સ્ટાફની નર્સોએ PPE કીટ પહેરી હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓને રાખડી બાંધી હતી.

કોરબા: મેડિકલ સ્ટાફે PPE કીટ પહેરી કોરોના દર્દીઓને રાખડી બાંધી
કોરબા: મેડિકલ સ્ટાફે PPE કીટ પહેરી કોરોના દર્દીઓને રાખડી બાંધી

By

Published : Aug 3, 2020, 10:52 PM IST

છત્તીસગઢ: કોરબા શહેર સંચાલિત કોવિડ હોસ્પિટલમાં 40 કોરોનાના દર્દીઓ છે. જેમને હોસ્પિટલની નર્સ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. કોરોના દર્દીઓની સારવાર કરતી મહિલા મેડિકલ સ્ટાફ નર્સ PPE કીટ પહેરીને રાખડી બાંધી હતી. રાખડી બાંધવા સાથે નર્સોએ દર્દીના જલ્દી સ્વસ્થ થવા પ્રાર્થના પણ કરી હતી.

PPE કીટ પહેરી કોરોના દર્દીઓને રાખડી બાંધી

હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા કોરબા, જંજગીર અને ગોરેલા જિલ્લાના 44 દર્દીઓ આ પહેલ પર ભાવુક થયા હતા. આ કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના ઇન્ચાર્જ ડૉક્ટર પ્રિન્સ પણ હાજર રહ્યા હતા.

PPE કીટ પહેરી કોરોના દર્દીઓને રાખડી બાંધી

આ અંગે હોસ્પિટલના ડૉક્ટર પ્રિન્સે જણાવ્યું હતું કે, પરિવારથી દૂર રહેલા કોરોનાના દર્દીઓને સારવાર સાથે માનસિક તથા ભાવનાત્મક સારવારની પણ જરૂરિયાત હોય છે. જેથી દર્દીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી છે.

ABOUT THE AUTHOR

...view details