ગુવાહાટી: કોરોના વાઈરસ ડામવા માટે ચીનથી PPE કીટ સહિતનો તબીબી માલ બુધવારે હવાઈ માલ દ્વારા ગુહાહાટી પહોંચાડવામાં આવ્યો હતો.
ચીનથી PPE કીટ સહિતનો તબીબી સામાન પહોંચ્યો ગુવાહાટી - કોરોના વાઈરસ ન્યૂઝ
COVID-19 કટોકટી વચ્ચે ચીનના ગુઆંગઝુથી મેડિકલ સામાન બુધવારે ગુવાહાટી પહોંચ્યો હતો.
China
રાજ્યના આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગુવાહાટીમાં બુધવારે બ્લુ ડાર્ટ એર કાર્ગોએ ચાઇનાના ગુઆંગઝોઉથી લાવવામાં આવેલા 50,000 પર્સનલ પ્રોટેક્ટીવ ઇક્વિપમેન્ટ (PPE) કિટ્સ સહિતનો મેડિકલ સામાન પહોંચાડ્યો હતો.
તેમણે કહ્યું કે, કાર્ગો ફ્લાઇટ કોલકાતા અને ત્યારબાદ દિલ્હી જશે. આસામમાં પોઝિટિવ કોરોના વાઈરસ કેસની કુલ સંખ્યા 33 છે અને એક વ્યક્તિનું મોત થયું છે.