ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જરૂરીયાતમંદો સુધી મદદ પહોંચાડવા માટે મીડિયા અમારી મદદ કરેઃ કેજરીવાલ - dilhi latest news

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મીડિયાને અપીલ કરી છે કે જરૂરીયાતમંદોને સરકારી સહાયતા અપાવવામાં અમારી મદદ કરો. દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોનાના 1640 કેસો સામે આવ્યા છે. તેમજ કોરોનાથી 38 લોકોના મુત્યુ પણ થયા છે.

etv bharat
જરૂરીયાતમંદો સુધી મદદ પહોંચાડવા માટે મીડિયા અમારી મદદ કરેઃ કેજરીવાલ

By

Published : Apr 17, 2020, 7:51 PM IST

નવી દિલ્હીઃ રાજઘાનીમાં કોરોના વાઇરસનો પ્રકોપ સતત વધી રહ્યોં છે ત્યારે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મીડિયાને અપીલ કરી છે કે જરૂરીયાતમંદોને સરકારી સહાયતા અપાવવામાં અમારી મદદ કરો. તેમણે કહ્યું કે શહેરમાં જમવાની તેમજ રહેવાની જગ્યાની સગવડ ઘણી ઉપલ્બધ છે. પરંતુ કેટલાક લોકોને રહેવા તેમજ જમવાની માહિતીનો ખ્યાલ નથી. જેથી આવા લોકો સુધી પહોંચવા માટે મીડિયા અમારી મદદ કરે.

દિલ્હીમાં અત્યાર સુધીમાં કોરોનાના 1640 કેસો સામે આવ્યા છે. તેમજ કોરોનાથી 38 લોકોના મુત્યુ પણ થયા છે. સમગ્ર દેશમાં અત્યારે લોકડાઉન છે ત્યારે આ સમય દરમિયાન લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી કરીને સીએમ કેજરીવાલે જરૂરીયાંતમંદોની મદદ માટે સરકારની મદદ કરવા મીડિયાને અપીલ કરી છે. આ પહેલા કેજરીવાલે કહ્યુ હતું કે હું ખુશ છું કે દિલ્હીમાં બધે ઓપરેશન શીલ્ડ સફર થઇ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details