પાસપોર્ટ પર કમળના ફૂલના નિશાન પર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલય રવીશ કુમારે કહ્યું કે, 'આ પ્રતિક આપણું રાષ્ટ્રીય ફૂલ છે અને બનાવટી પાસપોર્ટની ઓળખ કરવા માટે સુરક્ષા સુવિધાઓ એક ભાગ છે. કમળથી અન્ય રાષ્ટ્રીય પ્રતિકોનો પરિભ્રમણ કરી ઉપયોગ કરવામાં આવશે. આ પ્રતિક ભારત સાથે જોડાયેલા છે'
પાસપોર્ટ પર કમળનું નિશાન, વિદેશ મંત્રાલયે આપ્યો ખુલાસો - પાસપોર્ટ પર કમળનું નિશાન
નવી દિલ્હી: ભારતીય પાસપોર્ટ પર કમળના ફૂલના નિશાનને લઈને ગૃહમાં હોબાળો થયો હતા. જેને લઈને સરકારે ખુલાસો આપ્યો છે. વિદેશ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે, સુરક્ષાના ધોરણોને મજબૂત કરવા માટે પાસપોર્ટ પર કમળના નિશાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Ravish kumar
વિદેશ મંત્રાલયે ક્હ્યું કે, જેને કારણે નકલી પાસપોર્ટની ઓળખ થઈ શકશે.