ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અલકાયદા ચીફની ધમકી પર MEAનો જવાબ, અમારી સેના જવાબ આપવામાં સક્ષમ - AL Qaeda Chiefs

નવી દિલ્હી: વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રવીશ કુમારે ગુરૂવારે એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા સંબોઘન કર્યુ હતું. આ દરમિયાન તેમણે અલકાયદાના આતંકવાદી અને લીડર જવાહિરીના વીડિયો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આપણા સુરક્ષાદળો અને સેના સાધનોથી છે. તેઓ દેશની એકતા અને અખંડતાને સ્થિર બનાવી રાખવામાં સક્ષમ છે. માટે આવી ધમકીઓથી ડરવાની જરૂર નથી.

reply

By

Published : Jul 11, 2019, 8:13 PM IST

રવીશે જણાવ્યું હતું કે, "અલકાયદાએ યુનાઇટેડ નેશન્સ દ્વારા સંચાલિત આતંકવાદી સંગઠન છે. અલ-ઝવાહિરી એક સંયુક્ત રાષ્ટ્ર નામાંકિત આતંકવાદી છે. આપણા સૈન્ય આવા જોખમોથી ડરતા નથી. તેઓ અમને બચાવવા માટે સક્ષમ છે. '

અલકાયદા ચીફની ધમકી પર MEAનો જવાબ, અમારી સેના જવાબ આપવામાં સક્ષમ

અલ-ઝવાહિરીએ 14 મિનિટનો લાંબો વિડિઓ જાહેર કર્યો છે, જેમાં કાશ્મીરી યુવાનોને ભારતીય સેના પર સતત હુમલા કરવા કહેવામાં આવ્યું છે. આ સંદેશ અલ-કાયદાના મીડિયા વિંગ અલ શબાબ દ્વારા આ વિડીયો બહાર પાડવામાં આવ્યો છે. ઝવાહિરીએ આ વિડીયોમાં બતાવ્યું છે કે, કેવી રીતે પાકિસ્તાન બોર્ડર પાર આતંકવાદને પ્રોત્સાહન આપે છે.

અલકાયદાના આતંકવાદી અને લીડર જવાહિરી

ABOUT THE AUTHOR

...view details