નવી દિલ્હીઃ આજે ભારત-ચીન વચ્ચે કોર્પ કમાન્ડર સ્તરની છઠ્ઠી બેઠક થશે. ભારત અને ચીન વચ્ચે આજે કોર કમાન્ડર સ્તરની બેઠક પૂર્વી લદ્દાખમાં વાસ્તવિત નિયંત્રણ રેખાના ચીનવાળા ભાગમાં મોલ્દોમાં સવારે 9 વાગે યોજાશે.
ભારત-ચીન સીમા વિવાદઃ આજે છઠ્ઠી વખત કોર્પ કમાન્ડર સ્તરની બેઠક, શું આવશે નિર્ણય ?
હાલ ભારત અને ચીન વચ્ચે તણાવની સ્થિતિ છે. આ દરમિયાન અનેક વખત કમાન્ડર સ્તરની બેઠક થઈ ચુકી છે. ત્યારે આજે છઠ્ઠી વખથ ચીનના વિસ્તાર સ્થિત માલ્દોમાં કોર્પ કમાન્ડર સ્તરની વાતચીત થશે.
હાલ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઈ સરહદ પર તણાવની સ્થિતિ છે. જે સ્થિતિને ધ્યાને રાખી અગાઉ પાંચ વખત આ મુદ્દે બેઠક થઈ ચુકી છે. ત્યારે આજે છઠ્ઠી વખત કોર કમાન્ડર સ્તરની બેઠક મોલ્દોમાં થશે. કોર્પ કમાન્ડર સ્તરની વાતચીત દરમિયાન પહેલી વાર વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી ભારતીય પ્રતિનિધિમંડળમાં સામેલ થશે.
ભારત ચીન વચ્ચેની આ વાતચીત દરમિયાન તણાવને લઈ શ્રેષ્ઠ પરિણાન મળી શકે તે માટે ભારત સરકારે રણનીતિ બનાવી છે. તો બીજી બાજુ ચીન પણ પોતાની રણનીતિ અપનાવી શકે છે. કમાન્ડર લેવલની વાતચીત દરમિયાન રાજદ્વારી અને આર્મી હેડક્વોર્ટરના સીનિયર ઓફિસરના રહેવાથી ફાયદો થઈ શકે છે. મોસ્કો સ્થિતિ બંને દેશના વિદેશપ્રધાનો વચ્ચે પાંચ મદ્દાને થયેલી સંમતિને જમીન પર લાગુ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.