આ જ ક્રમમાં માયાવતી આંધ્રમાં તિરુપતિમાં એસવીયૂ સ્ટેડિયમ ખાતે પોતાની પહેલી જનસભાને સંબોધન કરશે. તેમની બીજી જનસભા હૈદરાબાદમાં એલવી સ્ટેડિયમમાં થશે. આંધ્રમાં લોકસભાની સાથે સાથે વિધાનસભાની પણ ચૂંટણી થવાની છે. બસપા ત્યાં પવન કલ્યાણની પાર્ટી જન સેવા પાર્ટી સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી રહ્યું છે.
માયાવતીનું દક્ષિણ પર ફોકસ, આંધ્ર અને તેલંગણામાં કરશે જનસભાઓ - lok sabah election
ન્યૂઝ ડેસ્ક: બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભલે સપા સાથે ગઠબંધન કર્યું હોય પણ તેમનું વધારે ફોકસ તો દક્ષિણના રાજ્યોમાં છે. આ જ કારણ છે કે, માયાવતી દક્ષિણમાં અનેક જનસભાઓ કરવા જઈ રહી છે.
માયાવતીનું દક્ષિણ પર ફોકસ
જાણવા જોગ છે કે, માયાવતીએ ગત રોજ આંધ્રપ્રદેશમાં વિજયવાડા ખાતે ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. જ્યાં તેમણે વડાપ્રધાન પદ માટેની દાવેદારીના સંકેતો પણ આપ્યા હતાં.
બસપા સુપ્રીમો માયાવતી લોકસભા ચૂંટણીને લઈ ખાસ ધ્યાન રાખી રહ્યા છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, છત્તીસગઢ તથા રાજસ્થાનની માફક હવે દક્ષિણમાં પણ પગ પેસારો કરવા માયાવતી ઢનગની રહી છે.