આ બેઠકમાં સપા-બસપા વચ્ચેની સીટની વહેંચણી મુદ્દે પણ ચ્રર્ચા થઇ શકે છે. ચૂંટણી માટેની રેલી અને કયા ઉમેદવારને ક્યાંથી ટિકિટ આપવી આ બાબતે ચર્ચા થઇ શકે છે.
લોકસભાની ચૂંટણીની રણનીતિ પર માયાવતી આજે ચર્ચા કરશે - National news
લખનઉ: બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતી આજે પોતાના પ્રદેશ અધિકારીઓ સાથે લોકસભાની 2019ની ચૂંટણીને લઇને વ્યાપક રણનીતિઓ પર ચર્ચા કરશે. જેમાં મંડળને લઇને જોનલ સુધીના બધા નેતાઓને બોલાવવામાં આવ્યા છે.
![લોકસભાની ચૂંટણીની રણનીતિ પર માયાવતી આજે ચર્ચા કરશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2688096-160-edc3a611-1109-491e-bfb6-59ce344fb108.jpg)
file image
બુધવારે સપાના મુખ્ય નેતા અખિલેશ યાદવ સાથે થયેલી વાતચીતમાં તેમણે કોંગ્રેસથી દુર રહેવાની વાત પર જોર આપ્યું હતું. જોનલ કોઓર્ડિનેટર ભીમરાવ આંબેડકર અનુસાર, બસપા અઘ્યક્ષ માયાવતી લખનઉ કેંપ કાર્યાલય પર લોકસભા પ્રભારીઓ અને જોનલ કોઓર્ડિનેટરોની બેઠક બોલાવી છે. જેમાં લોકસભાની ચૂંટણીને લઇને અનેક વિષયો પર ચર્ચા થઇ શકે છે.