ગાઝિયાબાદ: હંમેશા ચર્ચાઓમાં રહેનારા ગાઝિયાબાદના લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે નિવેદન આપતા લોકોને અપીલ કરી છે કે, તેઓ આગામી બકરી ઈદ પર બલિદાન ન ચડાવે.
ગાઝિયાબાદના લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોરે કહ્યું છે કે, શ્રાવણના પવિત્ર મહિનામાં હું લોનીની જનતાને અપીલ કરૂં છું કે, બકરી ઈદ કોઈ પણ પ્રકારની બલિ ન ચડાવે.
વધુમાં ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે કહ્યું કે, એવું સામે આવ્યું છે કે, કોરોના માંસથી ફેલાય છે. જે રીતે લોકોએ કોરોના કાળ દરમિયાન મંદિર અને મસ્જિદમાં જવાનું ટાળ્યું હતું તે રીતે કુર્બાની આપવાનું પણ ટાળવું જોઈએ. કારણ કે, કુર્બાની એ આપણી પવિત્ર વસ્તુને ઈશ્વરને સમર્પિત કરવાનું નામ છે.
જે રીતે પહેલા સનાતન ધર્મમાં બકરાની બલિ આપવામાં આવતી હતી પણ હવે નાળિયર ફોડીને સાંકેતિક રીતે બલિ આપવામાં આવે છે, બકરો કાપવામાં આવતો નથી. માટે લોનીની જનતાને અપીલ કરૂં છું કે, બકરી ઈદ કોઈ પણ પ્રકારની બલિ ન ચડાવે.