ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આયકર વિભાગની કાર્યવાહી પર માયાવતીના મોદી સરકાર પ્રહાર - BSP

દિલ્લી: બહુજન સમાજ પાર્ટી (બસપા)ની રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીના ભાઈ અને પાર્ટી ઉપાધ્યક્ષ આનંદ કુમાર પર આયકર વિભાગે દરોડા પાડ્યા હતા. માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્રની મોદી સરકાર પર સરકારી મશીનરીનો દુરઉપયોગનો આરોપ લગાવ્યો છે.

સરકાર બધાની તપાસ કરાવે

By

Published : Jul 19, 2019, 11:27 AM IST

માયાવતીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ સરકાર ઈમાનદારીની વાતે કરે તો ભાજપ નેતા રાજનીતિમાં આવ્યા પહેલા અને હાલની સંપત્તિનો આંકડો આપે.

આનંદ કુમારની બેનામી સંપત્તિ જપ્ત થવાથી માયાવતીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, શોષિતો વંચિતોને આગળ વધારવા ભાજપને મુશ્કેલી થાય છે. પોતાને હરિશચંદ્ર માનનારી ભાજપ સરકાર ચૂંટણી સમયે તેમની પાસે 2 હજાર કરોડ રુપિયા ક્યાંથી આવ્યા હતા. શું આ બેનામી સંપત્તિ નથી. માયાવતીએ કહ્યું કે, મોદી-શાહની કંપનીને મારો એક જ સવાલ કે, ઓફિસ બનાવવાના અરબો રુપિયા ક્યાંથી આવ્યા છે? શું આ બેનામી નથી. તેમણે કહ્યું કે, ભાજપે વોટ ખરીદી અને EVM મશીનનો ઉપયોગ કરી સત્તા મેળવી છે. માયાવતીએ લોકોને અપીલ કરી કે, મારા ભાઈ પર કાર્યવાહીથી ડરવાની જરુર નથી.

માયાવતી ટ્વિટ

આયકર વિભાગે દિલ્લીના નોઈડા સ્થિત માયાવતીના ભાઈ અને પાર્ટી ઉપાધ્યક્ષ આનંદ કુમારની 400 કરોડનો એક બેનામી પ્લોટને જપ્ત કર્યો છે. આયકર વિભાગ આનંદ કુમારની સંપત્તિની તપાસ કરી રહી છે. આયકર વિભાગને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આનંદ કુમાર પાસે નોઈડામાં 28328 ચોરસ વર્ગ મીટરમાં પ્લોટ છે. 7 કરોડ એકરમાં ફેલાયેલા પ્લોટની કિંમત અંદાજે 400 કરોડ રુપિયા છે.

દિલ્લી સ્થિત (BPU)એ આનંદ કુમાર અને તેમની પત્ની વિચિત્ર લતાની બેનામી સંપત્તિ જપ્ત કરવાનો આદેશ કર્યો હતો, ત્યારબાદ 18 જુલાઈએ આયકર વિભાગે પ્લોટને જપ્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details