પાર્ટીએ કર્ણાટકમાં વિશ્વાસમત દરમિયાન પોતાના ધારાસભ્યને કુમારસ્વામીના પક્ષમાં મતદાન કરવા માટે કહ્યું હતું, પરંતુ ધારાસભ્ય આ કાર્યવાહીમાં સામેલ થયા નહોતા.
કુમારસ્વામી સરકારના પક્ષમાં મતદાન ન કરવા બદલ માયાવતીએ MLAને હટાવી દીધા - karnataka trust vote
લખનઉ: બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ કર્ણાટકમાં પાર્ટીના એકમાત્ર ધારાસભ્યને ગેરવર્તણૂંક કરવા બદલ પાર્ટીમાંથી હટાવી દીધા છે. બસપાના ધારાસભ્ય એન.મહેશને કર્ણાટકમાં કુમારસ્વામી સરકારના પક્ષમાં મતદાન કરવા માટે જણાવ્યું હતું. પરંતુ તેઓ સદનમાં અનુપસ્થિત રહ્યા હતાં જેના કારણે બસપા પાર્ટીને ગેરવર્તણૂંક જણાઈ આવતા તેમને પાર્ટીમાંથી કાઢી મુકાયા છે.
Karnataka trust Vote
માયાવતીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, "બસપાના ધારાસભ્ય એન.મહેશને કર્ણાટકમાં કુમારસ્વામી સરકારના પક્ષમાં મતદાન કરવા માટે જણાવ્યું હતું. પરંતુ તેઓ સદનમાં અનુપસ્થિત રહ્યા હતા, આના કારણે સ્પષ્ટ રીતે તેમની ગેરવર્તણૂંક સાબિત થાય છે, અને આ વાતને પાર્ટી ગંભીરતાથી લઈ રહી છે. મહેશને તાત્કાલિક ધોરણે પાર્ટીમાંથી હટાવવામાં આવે છે."
માયાવતીનું આ ટ્વીટ કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડી ત્યાર બાદ થોડા સમયમાં જ માયાવતીએ આ ટ્વીટ કર્યુ હતું.
Last Updated : Jul 24, 2019, 5:27 PM IST