ગુજરાત

gujarat

ETV Bharat / bharat

માયાવતીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો શ્રેય સુપ્રીમ કોર્ટને આપ્યો

બસપા અધ્યક્ષ માયાવતીએ બુધવારના રોજ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું શ્રેય સુપ્રીમ કોર્ટને આપતાં કહ્યું કે, અયોધ્યા વિવાદમાં અદાલતના ચૂકાદાને હવે બધા લોકોએ સ્વીકારવો જોઈએ.

માયાવતી
માયાવતી

By

Published : Aug 5, 2020, 2:38 PM IST

લખનઉ: બસપા અધ્યક્ષ માયાવતીએ બુધવારના રોજ સુપ્રિમ કોર્ટને અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો શ્રેય આપતા કહ્યું કે, અયોધ્યા વિવાદમાં અદાલતના ચૂકાદાને હવે બધા લોકોએ સ્વીકારવો જોઈએ. માયાવતીએ ટિ્‌વટ કર્યું હતું કે, "અયોધ્યા પવિત્ર શહેર અને વિવિધ ધર્મોનું સ્થળ છે, પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આ જગ્યા ઘણા વર્ષોથી રામ મંદિર અને બાબરી-મસ્જિદ જમીન વિવાદને લઈને વિવાદોમાં રહ્યું છે."

તેમણે ટવીટમાં વધુમાં કહ્યું, "પરંતુ સુપ્રીમ કોર્ટે તેનો અંત લાવ્યો." વળી, તેની આડમાં રાજકારણ કરતી પાર્ટીઓએ પણ વિરામ લીધો છે. કોર્ટના નિર્ણય મુજબ આજે અહીં રામ-મંદિરના નિર્માણનો પાયો નાખવામાં આવી રહ્યો છે, જેનો મોટો શ્રેય સુપ્રીમ કોર્ટને જાય છે.

બસપા અધ્યક્ષે કહ્યું કે, તેમનો પક્ષ શરૂઆતથી કહેતો આવ્યો છે કે સુપ્રીમ કોર્ટ આ મામલે જે નિર્ણય લેશે તે પાર્ટી તેને સ્વીકારશે. જેને હવે બધાએ સ્વીકારવું જોઈએ. બસપાની આ સલાહ છે.

ABOUT THE AUTHOR

...view details