બસપા સુપ્રીમો માયાવતીએ CAA અને NRC વિરોધ પ્રદર્શનમાં લોકોની ધરપકડ બાબતે યોગી સરકાર પર નિશાન તાક્યું હતું. બસપા સુપ્રીમોએ ત્રણ ટ્વિટ કર્યા છે. જેમાં તેમણે આ કેસમાં રાજ્ય કક્ષાના મામલાની ન્યાયિક તપાસ કરવાનું કહ્યું છે.
માયાવતીએ CAA અને NRC બાબતે યોગી સરકાર પર નિશાન સાધ્યું - માયાવતીએ યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું
લખનઉ: માયાવતીએ CAA અને NRC વિરોધ પ્રદર્શનમાં લોકોની ધરપકડ બાબતે યોગી સરકાર પર નિશાન તાક્યું હતું. તેમણે લખ્યું હતું કે, યુપીમાં CAA અને NRCના વિરોધ પ્રદર્શનમાં તપાસ કર્યા વિના બિજનોર, સંભલ, મુઝફ્ફરનગર, મેરઠ, ફિરોઝાબાદ તેમજ અન્ય જિલ્લાઓમાં નિર્દોષોને જેલમાં મોકલવામાં આવ્યા હતા. જે શરમજનક અને નિંદનીય બાબત છે.
માયાવતી
માયાવતીએ કહ્યું હતું કે, આ રાજ્ય સ્તરીય કેસમાં ન્યાયિક તપાસ થવી ખૂબ જ જરૂરી છે. તેમની માંગ માટે રાજ્યપાલને બસપાના પ્રતિનિધિ મંડળ દ્વારા 6 જાન્યુઆરી સવારે 11 વાગ્યે રાજભવન ખાતે લેખિત આવેદન આપવામાં આવશે.