ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ ટ્વિટ કર્યું છે કે, છેલ્લા ઘણા દિવસોથી પરપ્રાંતિય મજૂરોને વતન મોકલવાના નામે ભાજપ અને કોંગ્રેસ દ્વારા નિમ્નકક્ષાનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપ મળીને દેશ અને રાજ્યના લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ બધુ કરી રહ્યા છે. જો કોંગ્રેસને લોકોની ચિંતા છે તો કોંગ્રેસ શાસિત રાજ્યોમાં બસો મુકીને મજૂરોને વતન પરત લાવવા જોઈએ. કોંગ્રેસે પણ ટ્રેનો દ્વારા મજૂરોને વતન પરત મોકલવામાં મદદ કરવી જોઈએ.
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ ટ્વિટ કર્યું છે કે, છેલ્લા ઘણા દિવસોથી પરપ્રાંતિય મજૂરોને વતન મોકલવાના નામે ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ દ્વારા નિમ્નકક્ષાનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. શું આ પક્ષો એકબીજા પર ભેદભાવોના આરોપો લગાવીને મુળ મુદ્દા પરથી ધ્યાન હટાવી રહ્યા છે?
બસપાના જણાવ્યા મુજબ, બસો દ્વારા મજૂર સ્થળાંતર કરનારાઓને વતન મોકલવા બાબતે વિવાદમાં ઉતરવાને બદલે કોંગ્રેસે તેમને ટિકિટ આપીને ટ્રેન દ્વારા વતન પહોંચવામાં તેમની મદદ કરવી જોઈએ. જે વધુ ન્યાયી અને યોગ્ય હશે. બસપાએ પ્રચાર પ્રસારથી દુર રહીને લોકોની મદદ કરી છે. કોંગ્રેસ અને ભાજપ જેમ નિમ્નકક્ષાનું રાજકારણ નથી કર્યું.