નવી દિલ્હીઃ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચને તબલીઘી જમાતના વડા મૌલાના સાદનો કોવિડ-19નો ટેસ્ટ રિપોર્ટ મળ્યો નથી. જો કે, મૌલાના વિરુદ્ધ એફઆઈઆર દાખલ થયાને બે મહિનાથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા નથી. એપ્રિલમાં, મૌલાના સાદના વકીલે દાવો કર્યો હતો કે, તબલીઘી જમાતના વડાનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિલવ આવ્યો છે અને રિપોર્ટને ક્રાઇમ બ્રાંચ મોકલવામાં આવ્યો હતો.
ક્રાઇમ બ્રાંચને હજુ સુધી મૌલાના સાદનો કોવિડ-19નો રિપોર્ટ મળ્યો નથી
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચને તબલીઘી જમાતના વડા મૌલાના સાદનો કોવિડ-19નો ટેસ્ટ રિપોર્ટ મળ્યો નથી. જો કે, મૌલાના વિરુદ્ધ એફઆઈઆર દાખલ થયાને બે મહિનાથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા નથી.
ક્રાઇમ બ્રાંચને હજુ સુધી મૌલાના સાદનો કોવિડ-19નો રિપોર્ટ મળ્યો નથી
31 માર્ચે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનના એસએચઓ તરફથી કરેલી ફરિયાદ પર મૌલાના સાદ સહિત 7 લોકો સામે એફઆઈઆર નોંધાવી હતી કે વડાએ સરકારના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું. બાદમાં, ભારતીય દંડ સંહિતાની કલમ 304 એફઆઈઆરમાં ઉમેરવામાં આવી હતી.