ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સૂર્યગ્રહણમાં મથુરા દ્વારકાધીશ મંદિર રહ્યું ખુલ્લુ, દર્શન માટે ભક્તોનો ધસારો

મથુરા સૂર્યગ્રહણ દરમિયાન વ્રજના તમામ મંદિરો બંધ રહ્યા હતા. પરંતુ દ્વારકાધીશ મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લુ રાખવામાં આવ્યું હતું. પુષ્ટિમાર્ગ સંપ્રદાયમાં સૂર્યગ્રહણ દરમિયાન મંદિર ખોલવામાં આવે છે જેને પગલે મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

સૂર્યગ્રહણમાં મથુરા દ્વારકાધીશ મંદિર રહ્યું ખુલ્લુ, દર્શન માટે ભક્તોનો ધસારો
સૂર્યગ્રહણમાં મથુરા દ્વારકાધીશ મંદિર રહ્યું ખુલ્લુ, દર્શન માટે ભક્તોનો ધસારો

By

Published : Jun 21, 2020, 3:40 PM IST

ઉત્તરપ્રદેશ: મથુરા સૂર્યગ્રહણ દરમિયાન વ્રજના તમામ મંદિરો બંધ રહ્યા પરંતુ દ્વારકાધીશ મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લુ રાખવામાં આવ્યું હતું. પુષ્ટિમાર્ગ સંપ્રદાયમાં સૂર્યગ્રહણ દરમિયાન મંદિર ખોલવામાં આવે છે જેને પગલે મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

સૂર્યગ્રહણમાં મથુરા દ્વારકાધીશ મંદિર રહ્યું ખુલ્લુ, દર્શન માટે ભક્તોનો ધસારો

શનિવારે મોડી રાત્રે સૂર્યગ્રહણનું સૂતક લાગતા જ વ્રજના મંદિરો બંધ કરી દેવામાં આવ્યા હતા. જે સવારે 10 વાગે ખોલી નાખવામાં આવ્યા. ત્યારબાદ શ્રદ્ધાળુઓએ સામાજિક અંતર જાળવવાની સાથે ભગવાનના દર્શન કર્યા હતા.

મંદિરના મીડિયા પ્રભારી રાકેશ તિવારીએ જણાવ્યું હતું કે, પુષ્ટિમાર્ગ સંપ્રદાયમાં શ્રદ્ધાળુઓ માટે મંદિરના કપાટ ખોલવામાં આવે છે. સૂર્ય ગ્રહણમાં દેવતાઓ અને રાક્ષસોનું યુદ્ધ થાય છે જેથી ભક્તો ભગવાનની પૂજા અર્ચના કરે છે.

ABOUT THE AUTHOR

...view details