ઉત્તરપ્રદેશ: ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થાન મથુરામાં જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રામ જન્મભૂમિ તીર્થ વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્યગોપાલ દાસજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
જન્માષ્ટમીની ઉજવણી બાદ નૃત્ય ગોપાલ દાસજી મહારાજને કોરોના, મથુરા તંત્રને નોટિસ - જન્માષ્ટમીની ઉજવણી અંગે મથુરા તંત્રને નોટિસ
મથુરા ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસે એટલે કે, જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નૃત્ય ગોપાલ દાસજી મહારાજ ઉપસ્થિત રહ્યાં હતા. જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેને પગલે કાર્યક્રમના આયોજનકર્તાઓ પર તવાઈ આવી છે.
જન્માષ્ટમીની ઉજવણી બાદ નૃત્ય ગોપાલ દાસજી મહારાજને કોરોના થતા મથુરા તંત્રને નોટિસ
ગુરુવારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેને લઈને મુખ્યપ્રધાન કાર્યાલય તરફથી મથુરાના સ્થાનિક તંત્રને નોટિસ ફટકારવામાં આવી છે.
આ કાર્યક્રમમાં સોશીયલ ડિસ્ટન્સ નું પાલન ન થયું હોવાના આરોપોને પગલે CCTC ફૂટેજ માંગી તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત નૃત્યગોપાલ દાસજી મહારાજની આજુબાજુ લોકો માસ્ક પહેર્યા વગર ફરી રહ્યાં હતા તેવી પણ વિગતો સામે આવી છે. તેમને હાલ ગુડગાંવના મેંદાતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.