ન્યુઝ ડેસ્ક : મહિલા દિવસના પ્રસંગે ચાલો આપણે એક મહિલા બોક્સરની યાત્રાને યાદ કરીને ઉજવણી કરીએ કે જે માત્ર પદ્મ વિભુષણ પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા રમતવીર જ નહી પણ તે બોક્સીંગની ચોરરસ રીંગમાં આઠ વાર વિશ્વ વિજેતા બનવાનું લક્ષ્ય હાંસલ કર્યુ.
મણિપુરના પર્વતોમાં હાંકલ કરનાર મેરી કોમનો જન્મ 1લી માર્ચ 1983ના રોજ પૂર્વોત્તર રાજ્ય મણિપુરના ચુરચંદપુર જીલ્લામાં થયો હતો. તેમા માતાપિતા ખેડૂત હતા . મેરીકોમનું અસલી નામ મંગેટ ચુગનીંચુંગ મેરી કોમ છે. પણ તેના ચાહકો પ્રેમથી એમ સી મેરી કોમના નામથી ઓળખે છે. જીવનમાં સતત સધર્ષ અને અને ભારે મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ પોતાતના જાહેર જીવનમાં તે રાજ્યસભા સુધી પહોંચ્યા છે.
સઘર્ષને વિજયમાં રૂપાંતરીત કર્યો
મેરી કોમ જ્યારે નાના હતા ત્યારે તે તેમના પિતા સાથે ખેતરમાં જતા અને તેમને ખેતીમાં મદદ કરતા હતા. મેરીકોમ નાના હતા ત્યારે જ તેમના બોક્સીંગના આદર્શ ડીંકો સિંગ હતા અને અને તેને પ્રેરણા આપી હતી. મેરીકોમ અભ્યાસમાં સામાન્ય રહેતા પણ રમત ગમતમાં હંમેશા ટોચ પર રહેતા હતા. 37 વર્ષેની ઉમરે પણ મહિલાઓને બોક્સીંગ રીંગ અને અન્ય રમતોમાં જોતા મેરીકોમને પણ લાગતુ હતુ કે તે પણ આ કામ કરી શકે છે. પણ સૌ પ્રથમ તેને પરિવારની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ આર્થિક મુશ્કેલીનો પહાડ પણ હતો. 15 વર્ષની ઉમરે તેણે બોક્સીંગની શરૂઆત કરી અને આખરે પરિવારે ત્યારે મેરીકોમને સ્વીકારી કે જ્યારે 2001માં આતંરરાષ્ટ્રીય સફળતા મેળવીને મોટી નામના હાંસલ કરી.
આ સુપરવુમન મેરી કોમ અને એક સુપર મમ્મી છે
સામાન્ય રીતે દરેક સફળ સ્ત્રી પાછળ પુરૂષનો હાથ હોય છે પણ તેના પતિ ઓનલર કે જે ફુટબોલના પ્રખ્યાત ખેલાડી છે કે જેણે મેરી કોમને સફળકા અપાવી. 2005માં ઓનલર સાથે લગ્ન કર્યા હતા .. પણ લગ્નના કારણે તેમના કોચને એવુ હતુ કે બોક્સીંગ છોડી દેશે પણ તેમના પતિએ આપેલા સાથ અને દઢ ઇચ્છા શક્તિને કારણે તેણે પોતાની દુનિયા બદલી દીધી.
લગ્નના બે વર્ષ પછી મેરી કોમે બે જોડીયા બાળકોને જન્મ આપ્યો. પણ જન્મ પછી તેમના પતિએ ઘરની જવાબદારી સંભાળી લીધી અને મેરીકોમ બોક્સીંગ રીંગમાં તાલીમ માટે ઉતર્યા અને ઐતિહાસિક પુનરાગમન કરીને દેશ માટે ચોથો વિશ્લ વિજેતા ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ બનાવ્યો. એટલુ જ નહી મેરીકોમને સુપર મોમ તરીકે દુનિયા ઓળખતી થઇ છે.