મારુતિ વેનની ઓમની નામે મશહુર આ કારે પોતાની 35 વર્ષની સફરમાં ભારતીય કાર બજારમાં લોકોએ તેને ખુબ પસંદ કરી હતી. મારૂતિની એમપીવીના યાત્રી વાહનની સાથે માલ સામાન લઈ જવા અને લાવવા પર તેનો ખુબ ઉપયોગ થતો હતો. કંપનીએ હવે આ કારને અપડેટ નહી કરવાનો નિર્ણય લઈને તેનું પ્રોડક્શન બંધ કરવાનો નિર્ણય લીધો છે. 1984માં ભારતીય બજારમાં એન્ટ્રી કર્યા પછી 1988માં ઓમની નામ મળ્યું હતું. વર્ષ 1998માં તેનો પહેલો ફેસલિફ્ટ વર્ઝન રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં તેની હેડલાઈટને પહોળો શેપ આપવામાં આવ્યો હતો.
આ કારની વિશેષતાની વાત કરીયે તો 2005માં ઓમની કારમાં બીજો ફેસલિફ્ટ વર્ઝન રજૂ કરાયું હતું. આ વર્ઝનમાં ડેશબોર્ડમાં ફેરફાર કરાયો હતો. સમયની સાથે આ કારમાં કેટલાય ફીચર્સને પાછળ છોડતી ગઈ હતી. ઓમનીમાં 796 સીસી, ત્રણ સીલીન્ડર એન્જિન હતું. તેમાં ફોર સ્પીડ ટ્રાન્સમિશનની સાથે રીયર વ્હીલમાં પાવર હતું. ઓમનીમાં 0.8 લીટરનું એન્જિન લાગેલું હતું. તેવું જ એન્જિન કંપનીએ બીજી કાર મારૂતિ સુઝુકી 800માં હતું. આ એન્જિન 35 બીએચપીની સાથે 59 એનએમ ટૉર્ક જનરેટ કરતું હતું.