ઉદયપુર (રાજસ્થાન) : કોરોના વાઇરસ મહામારી વચ્ચે ઉદયપુરમાં લવ જેહાદનો કેસ સામે આવ્યો છે. જિલ્લાના ગિંગલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરિણીત મહિલાને ફસાવવામાં આવી હતી. મહિલાને અન્ય ધર્મનો યુવક ભગાડી લઇ ગઈ હતો અને બાદમાં તેને પર ધર્મપરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
જે બાદ પીડિત મહિલાએ જેમ-તેમ કરીને પોતાના પરિવાર પાસે પરત ફરી હતી અને બધી વાતની જાણ કરી હતી. ત્યારબાદ પીડિતાએ આ સમગ્ર મામલે ઉદયપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
આ મહિલા ઉદયપુરના ગિંગલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે અને તેનો પતિ અમદાવાદમાં એક મીઠાઇની દુકાનમાં લાંબા સમયથી કામ કરી રહ્યો હતો. આ વર્ષે મહિલાની ફેબ્રુઆરીમાં એક યુવક સાથે ફોન પર વાતચીત શરૂ થઈ હતી, ત્યારબાદ યુવકે તેનું નામ વીરસિંહ જણાવ્યું હતું અને કહ્યું કે તે તેની સાથે લગ્ન કરવા માગે છે. જે બાદ મહિલા તે યુવક સાથે ભાગી ગઈ હતી.
જો કે મહિલાને ખબર પડી કે તે યુવક હિંદુ જાતીનો નહીં પરંતુ બીજા સંપ્રદાયનો હતો, જેનો મહિલાએ વિરોધ કર્યો હતો. પરંતુ યુવક અને તેના સાથીઓ દ્વારા ધર્મ પરિવર્તન માટે મહિલા પર દબાણ કરવામાં આવી રહ્યું હતું. જે બાદ તેની સાથે જોરજબરદસ્તીથી લગ્ન કરવામાં આવ્યા. પીડિતાએ સમય રહેતા તેના પરિવારજોન સાથે સંપર્ક કરીને સમગ્ર મામલાની જાણ કરી હતી અને પરત તેના ઘરે આવી હતી. બાદમાં પીડિતાએ આ સમગ્ર મામલે ઉદયપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પીડિતા મહિલા પહેલાથી જ પરિણીત છે અને તેનું એક બાળકપણ છે, આવી સ્થિતિમાં જ્યાં પીડિતાના પતિએ મહિલાને માફ કરી હતી. હવે આખો પરિવાર આરોપી યુવક અને તેના સાથીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યું છે.