ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકડાઉન દરમિયાન પોલીસ સ્ટેશનમાં યોજાયા લગ્ન - જામુલમાં લોકડાઉન

કોરોના વાઈરસને કારણે દેશવ્યાપી ચાલી રહેલા લોકડાઉન દરમિયાન દુર્ગમાં એક લગ્ન સમારોહ યોજાયો હતો. આ લગ્ન દુર્ગ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન પરિસરના મંદિરમાં કરાવવામાં આવ્યા છે.

લોકડાઉન
લોકડાઉન

By

Published : Apr 28, 2020, 2:59 PM IST

દુર્ગ: કોરોના વાઈરસને કારણે દેશવ્યાપી ચાલી રહેલા લોકડાઉન દરમિયાન દુર્ગમાં એક લગ્ન સમારોહ યોજાયો હતો. આ લગ્ન દુર્ગ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન પરિસરના મંદિરમાં કરાવવામાં આવ્યા છે.

જિલ્લાના જામુલમાં લોકડાઉન વચ્ચે એક દંપતીના લગ્ન કરાવવામાં આવ્યા છે. આ લગ્ન જામુલ પોલીસે પોલીસ સ્ટેશન પરિસરના મંદિરમાં કરાવ્યા છે. લગ્નની પૂર્વ નિર્ધારિત તારીખમાં ફેરફાર કરવાથી વરરાજાને આર્થિક નુકસાન થઈ રહ્યું હતું. તે કારણે છોકરાના પરિવારે મદદ માટે પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારે કોરોના સંકટ વચ્ચે સામાજિક અંતરને પગલે જામુલ પોલીસે દંપતીને મંદિર પરિસરમાં લગ્ન કરાવ્યા હતા.

આ લગ્નને ખાસ બનાવવા SSP અજય યાદવ અને જામુલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ જોડાયો હતો. તેમજ સમારંભમાં મહેમાન તરીકે આવેલા દુર્ગ જિલ્લાના અજય યાદવે નવા દંપતીને ભેટ રૂપે 5100 રૂપિયા આપ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details