ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વૈવાહિક દુષ્કર્મ: સ્ત્રીઓના માનસિક સ્વાસ્થ્ય પર તે કેવી રીતે વિપરિત અસર પહોંચાડે છે - સ્ત્રીઓના માનસિક સ્વાસ્થ્ય

આ સમય 2020નો છે અને ભારતમાં હજી પણ વૈવાહિક દુષ્કર્મને ગેરકાનૂની ગણવામાં આવતો નથી. લગ્ન બાદ બિન-સંમતિપૂર્વકનો જાતીય સબંધ શા માટે ગુનો નથી ગણાતો, તે પાછળ ઘણાં સામાજિક કારણો મોજૂદ છે, ત્યારે એક અગ્રણી કારણ એ છે કે, પુરુષ તેની પત્ની પાસેથી જાતીય સંબંધની માગણી કરે અને આ માટે પત્ની પર બળજબરી કરે, તે પુરુષ માટે સામાન્ય ગણાય છે.

MaritalRape: How It Impacts Mental Health of Women
MaritalRape: How It Impacts Mental Health of Women

By

Published : Sep 7, 2020, 8:30 AM IST

સાઇકિયાટ્રિસ્ટ ડો. વીણા ક્રિષ્નન જણાવે છે કે, આપણા સમાજમાં શારીરિક સબંધ અને ઇચ્છાઓ મોટાભાગે પુરુષો સાથે સંકળાયેલી છે. આથી, તેઓ એવું માનતા આવે છે કે, તેઓ કોઇપણ કિંમતે જાતીય સંતૃપ્તિ મેળવવાનો હક ધરાવે છે. જ્યારે તેઓ લગ્ન કરી ચૂક્યા હોય, ત્યારે પણ ઘણી વખત તેઓ જાતીય સબંધને એક ભાગીદારી નથી ગણતા અને ઇચ્છાઓ તથા જાતીય સબંધ પ્રત્યે પત્નીની પ્રતિક્રિયાને મહત્વ નથી આપતા.

ભારતમાં, મોટાભાગની મહિલાઓ પજવણી અને ત્રાસને તેમના જીવનના ભાગ તરીકે સ્વીકારી લે છે, કારણ કે તેમનો ઉછેર ભેદભાવયુક્ત વાતાવરણમાં થયો છે. જોકે, પજવણીનો ભોગ બનવાના ઊંડા ઘા સ્ત્રીઓનાં મન અને હૃદયમાં રહી જતા હોય છે. તેના કારણે કારણે કેટલીક મહિલાઓ ડિપ્રેશન, ચિંતા, પેરેનોઇયા વગેરે જેવા માનસિક આરોગ્ય સંબંધિત ડિસોર્ડરનો શિકાર બને છે.

વૈવાહિક દુષ્કર્મ પાછળનાં કારણો

ડો. વીણા ક્રિષ્નન જણાવે છે કે, મોટાભાગે અહમનું ઘર્ષણ થવાને કારણે પતિ સબંધમાં પોતાનું ચઢિયાતાપણું સાબિત કરવા માટે તેની પત્નીને પરેશાન કરે છે. જ્યારે પુરુષને તેનો અહમ ઘવાયો હોય તેવું લાગે, ત્યારે તે શિક્ષા સ્વરૂપે તેની પત્ની પર દુષ્કર્મ ગુજારવાનું પસંદ કરે છે.

ડોક્ટર એમ પણ જણાવે છે કે, વારંવારની પજવણી અને આઘાતને કારણે મહિલાની જાતીય ઇચ્છા તદ્દન ઓછી થઇ જાય છે અને તે પોતાના પતિથી વેગળી થઇ ગઇ હોવાની લાગણી અનુભવે છે. આથી, જો તે પતિ સાથે જાતીય સબંધ બાંધવાની સંમતિ ન દર્શાવે, તો તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવે અને ફરીથી તેને પરેશાન કરવામાં આવે, તે શક્ય છે.

ડો. ક્રિષ્નનના જણાવ્યા પ્રમાણે, વૈવાહિક દુષ્કર્મ શારીરિક શક્તિનો દાવા કરતાં પણ વધુ ગહન હોય છે. પતિ તેની પત્નીને ધાક-ધમકી આપવાનો પ્રયત્ન કરી શકે છે, તેને કપરાં પરિણામો ભોગવવાની ધમકી આપી શકે છે અને વિવિધ રીતે તેને ડરાવી દે છે, આથી સ્ત્રી અંદરથી ભાંગી પડે છે. તેના કારણે, પુરુષ સ્વયંને શક્તિશાળી સમજે છે અને સબંધમાં પોતાનું સ્થાન ચઢિયાતું હોવાનું માને છે.

માનસિક રીતે બિમાર હોય, તેવા પતિ પત્ની પર દુષ્કર્મ ગુજારે છે

ડો. વીણા ક્રિષ્નન જણાવે છે કે, સરળ શભ્દોમાં કહીએ તો, સામાન્યપણે જે પતિ તેની પત્ની પર દુષ્કર્મ ગુજારતો હોય, તે લગ્ન સબંધમાં પોતે શક્તિશાળી હોવાનું પુરવાર કરવા માટે આમ કરતો હોય છે. આથી, આવા પુરુષોને માનસિક રીતે સ્વસ્થ ન કહી શકાય. વૈવાહિક દુષ્કર્મના મોટાભાગના કિસ્સાઓમાં આરોપી ગંભીરપણે અસુરક્ષિતતાની લાગણીથી પીડાતા હોય છે અને અત્યંત ઓછું સ્વાભિમાન ધરાવતા હોય છે. ડોક્ટરે એમ પણ જણાવ્યું હતું કે, જ્યારે આ પ્રકારના પુરુષોને તેમની પત્ની જાતીય સબંધ બાંધવાનો ઇનકાર કરે, ત્યારે તેઓ આ ઇનકારને પોતાની અંગત નિષ્ફળતા તરીકે લે છે અને સ્ત્રીને વધુ પરેશાન કરે છે. આ પ્રકારની માનસિકતાને બિમારીમાં ગણાવી શકાય. જે પુરુષોએ તેમના જીવનમાં સ્ત્રીઓની પજવણી થતી હોવાનું, સ્ત્રીઓ પર ત્રાસ ગુજારાતો જોયો હોય, તેવા પુરુષોમાં પણ આવી માનસિકતા વિકસી શકે છે.

વૈવાહિક દુષ્કર્મ મહિલાઓના માનસિક આરોગ્ય પર ઊંડી અસર પહોંચાડે છે

ડો. ક્રિષ્નન જણાવે છે કે, મહિલા લાંબા સમય સુધી દુષ્કર્મનો તથા પજવણીનો ભોગ બને, તો તેની સાંવેદનિક અને માનસિક સ્થિતિ પર તેનો ઊંડો ઘા રહી જતો હોય છે. આવી મહિલાઓ ક્લિનિકલ ડિપ્રેશન, ચિંતા, પેરેનોઇયા, નીચો આત્મવિશ્વાસ વગેરે જેવી સ્થિતિનો ભોગ બને છે. જેના પરિણામે તેઓ ઇન્સોમિયા, હોર્મોનલ ઇમ્બેલેન્સ વગેરે જેવી શારીરિક બિમારીનો શિકાર બની શકે છે. આથી, આવા કિસ્સાઓમાં દંપતી તાત્કાલિક ધોરણે પ્રોફેશનલની સહાય મેળવે, તે જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details