મુંબઈઃ દિલ્હીની હિંસા 34 લોકોના મોત થયા છે. જેની માટે કેન્દ્ર સરકાર જવાબદાર હોવાનું વિપક્ષ દાવો કરી રહ્યું છે. શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’માં મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમજ હિંસામાં મૃત્યુ થનાર લોકો માટે સરકારને જવાબદાર ઠેરવી હતી.
દિલ્હીમાં CAA વિરોધની હિંસામાં મૃત્યુઆંકની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 39 લોકોના મોત થયા છે. જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચની બે ટીમ દ્વારા કરાશે. જેની જવાબદારી DCP જૉય તિર્કી અને DCP રાજેશ દેવને સોંપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 48 FIR નોંધવામાં આવી છે. જેની કાર્યવાહીમાં પોલીસ એક હજાર CCTV ફૂટેજની તપાસ કરશે. જેના સંદર્ભમાં પોલીસે 514 લોકો સાથે પૂછપરછ કરી છે.
બીજી તરફ, ગૃહમંત્રાલયે આજે સંવેદનશીલ વિસ્તારોમાં કલમ 144માંથી 10 કલાકની છૂટ આપવાની વાત કરી છે. ગૃહપ્રધાન અમિત શાહે લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. તેની સાથે અફવાનો પર વિશ્વાસ ન કરવાની સૂચના આપી છે.
શિવસેનાએ મુખપત્ર ‘સામના’ આ સાત મુદ્દા થકી સરકાર સાધ્યું નિશાન
- જ્યારે દિલ્હી ભડકે બળી રહી હતી, ત્યારે ગૃહપ્રધાન ક્યાં હતા ? અડધું મંત્રીમંડળ તો અમદાવાદમાં હતું.
- રાષ્ટ્રપતિ ટ્રમ્પને નમસ્તે, નમસ્તે સાહેબ કર્યું હતું અને હિંસાના 3 દિવસ બાદ PM મોદીએ શાંતિ રાખવાનું આહ્વાન કર્યુ હતું.
- ચાર દિવસ બાદ NSA ડોભાલે લોકો સાથે મુલાકાત કરી હતી. તેનો શું ફાયદો? જે નુકસાન થવાનું હતું એ તો પહેલા જ થઈ ગયું.
- દેશને મજબૂત ગૃહપ્રધાન મળ્યાં છે. જે ખરાં ટાણે જ દેખાતા નથી, અને જો વિપક્ષ પ્રશ્ન ઉઠાવે તો તેને દેશદ્રોહી ગણાવી દેવામાં આવે છે.
- 24 કલાકમાં જસ્ટિસ એસ.મુરલીધરની બદલી કરી દેવામાં આવે છે. સરકાર કોર્ટમાં સત્યને મારવાનું કામ કરી રહી છે.
- શાહિન બાગના મામલે સરકાર કોઈ નીવેડો લાવી શકી નથી.
- અર્થવસ્થા ખાડે પડી છે. પણ વિવાદિત ભાષણ કરવામાં સરકાર ક્યારેય ચૂકતી નથી.