ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝારખંડમાં માઓવાદીઓએ 12 બિલ્ડિંગોને ઉડાવી દીધી, સર્ચ ઓપરેશન શરૂ - Superintendent of Police Indrajeet Mahatha

પોલીસ અધિક્ષક ઇન્દ્રજિત મહથાના જણાવ્યા અનુસાર શનિવારે રાત્રે ઝારખંડના ચાઇબાસા જિલ્લાના બેરેકલા જંગલ વિસ્તારમાં માઓવાદીઓના એક ગ્રુપે બિલ્ડિંગમાં ઘૂસીને તમામ કર્મચારીઓને આ જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું. જે બાદ વન વિભાગની 12 બિલ્ડિંગોને શંકાસ્પદ માઓવાદીઓએ ઉડાવી દીધી હતી.

ઝારખંડમાં માઓવાદીઓએ 12 બિલ્ડિંગોને ઉડાવી દીધી
ઝારખંડમાં માઓવાદીઓએ 12 બિલ્ડિંગોને ઉડાવી દીધી

By

Published : Jul 12, 2020, 10:24 PM IST

ચાઇબાસા: ઝારખંડના પશ્ચિમ સિંઘભૂમ જિલ્લામાં વન વિભાગની 12 બિલ્ડિંગોને શંકાસ્પદ માઓવાદીઓએ ઉડાવી દીધી હતી. પોલીસે રવિવારે આ માહિતી આપી હતી. પોલીસ અધિક્ષક ઇન્દ્રજિત મહથાના જણાવ્યા અનુસાર શનિવારે રાત્રે જિલ્લાના બેરકેલા જંગલ વિસ્તારમાં માઓવાદીઓના એક સમૂહે બિલ્ડિંગમાં ઘૂસીને તમામ કર્મચારીઓને આ જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, ઘણા કર્મચારીઓને તેમણે મારમાર્યો હતો અને પોલીસને આ વાત ન જણાવવા ધમકી આપી હતી. મહથાએ કહ્યું કે, માઓવાદીઓએ ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસીસ (IED)ની લગાવીને વન વિસ્તારમાં સ્થિત આ ને બિલ્ડિંગ ઉડાવી દીધી હતી.

તેમણે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં માલવાદીઓએ જંગલમાં ઝાડને પણ નુકસાન પહોચાડ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, જંગલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details