ઉત્તરપ્રદેશ :મુરાદાબાદમાં ટ્રક અને બસ વચ્ચે ગમ્ખ્વાર અક્સ્માત સર્જાયો હતો. આ અક્સ્માતમાં કુલ 8 લોકોના ઘટના સ્થળ પર મોત થયા હતા. તેમજ 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટના કુંદરકી વિસ્તારના નાનાપુરની ઘટના છે.
આગરા હાઈવે પર કુંદરકીના નાનાપુરના પુલ પર અક્સ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જિલ્લા અધિકારી રાકેશ કુમાર સિંહ અને એસએસપી પ્રભાકર સહિત અન્ય અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર હતા. પોલીસ અધિક્ષક નગર અમિત આનંદ જિલ્લા હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લેવા પહોંચ્યા હતા.
ડોક્ટરની ટીમ ઈજાગ્રસ્તોની સારવારમાં લાગી છે. અક્સ્માત બાદ હાઈવે પર ચક્કાજામની સ્થિતિ સર્જાય હતી. પોલીસે ક્રેનની મદદથી હાઈવે પરના વાહનોને દુર કર્યા હતા.