ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહાર અને ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા અને વિજળી પડવાથી 108 લોકોનાં મોત - બિહારમાં વકસાદ

કોરોના સંકટ વચ્ચે બિહાર અને ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાની ઘટના બની હતી. બંને રાજ્યમાં વીજળી પડવાને કારણે અત્યાર સુધીમાં 108 લોકોનાં મોત નીપજ્યાં છે. મોટાભાગના 13 લોકોનાં મોત ગોપાલગંજમાં વીજળી પડવાના કારણે થયાં છે.

બિહાર અને ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા અને વિજળી પડવાથી 108 લોકોનાં મોત
બિહાર અને ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા અને વિજળી પડવાથી 108 લોકોનાં મોત

By

Published : Jun 25, 2020, 5:12 PM IST

Updated : Jun 25, 2020, 11:30 PM IST

પટણા: બિહારા અને ઉત્તર પ્રદેશમાં હવામાનમાં પલટો આવ્યો છે અને ભારે પવન સાથે અનેક જિલ્લાઓમાં મુશળાધાર વરસાદ પડી રહ્યો છે. આ તકે રાજ્યોમાં કહરને જોતા બિહારમાં વિજળી પડવાથી અને વાવાઝોડાને પગલે 83 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં વિજળી પડવાથી 25 લોકોના મોત નિપજ્યા છે.

રાજ્યમાં વીજળીપડવાની ઘટના

  • ગોપાલગંજમાં સૌથી વધુ 13 લોકોનાં મોત વીજળી પડવાના કારણે થયાં છે.
  • સિવાનમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે.
  • કિશનગંજના કોચાધામન પોલીસ સ્ટેશનના બલિયા ગામે બુધવારે સવારે ખેતરમાં કામ કરતા બે ભાઈઓમાંથી એકનું મોત નીપજ્યું જ્યારે બીજાની હાલત ગંભીર
  • મોતીહારીના બેલવતિયા ગામે વીજળી પડવાના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે.
  • બેતિયાના નરકટિયાગંજના શિકારપુર પોલીસ સ્ટેશન વિસ્તારની બે જુદી જુદી પંચાયતોમાં વીજળી પડવાના કારણે બેના મોત નીપજ્યા હતા.
  • રોહતાસના કરગહર નિમડિહરામાં એક જ કુટુંબના ચાર લોકો પર વીજળી પડી હતી જેમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે.
  • અરરિયાના નરપતગંજ બ્લોકમાં ફુલકાહા પોલીસ સ્ટેશન હેઠળ નવાબગંજ પંચાયતની ખોપડીયામાં 30 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

આ સાથે બિહારના અલગ અલગ ગામમાં વીજળી પડતા મોત થયા છે.

Last Updated : Jun 25, 2020, 11:30 PM IST

ABOUT THE AUTHOR

...view details