ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગાંધી@150: એક સમયે ગાંધીજીના સન્માનમાં અનેક વેપારીઓએ રસ્તા પર કાપડ પાથરી દીધા હતા...

ન્યૂઝ ડેસ્કઃ આઝાદીના આંદોલન માટે ગાંધીજીએ દેશના અલગ અલગ પ્રદેશોમાં પ્રવાસ કર્યો હતો. બાપુ જ્યાં પણ જતા ત્યાં એક નિશાન છોડતા હતા. ઈટીવી ભારત આવી કેટલીક જગ્યાઓ સાથે જોડાયેલા ગાંધીજીના પ્રસંગો પ્રસ્તુત કરે છે. આજે આપણે એક એવા માણસને મળીશું જેમણે અશ્પૃર્યતાની પીડા અનુભવી અવાજ ઉઠાવ્યો હતો. જેથી આજે પણ ગાંધી વિચાર પ્રસંગીક છે. લાકડી લઈને નીકળેલા ગાંધીજીએ ખૂણે ખૂણો ખંગોળી લોકોને જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

ગાંધી@150

By

Published : Sep 2, 2019, 5:27 PM IST

અંગ્રેજોને ધૂળ ચટાળનાર ગાંધીજી હિંદુસ્તાનનો પ્રવાસ કરતા કરતા મધ્યપ્રદેશનાં દમોહમાં પહોચ્યાં, ત્યારે ગાંધીજીએ હરિજન સેવક સંઘ સાથે મળીને હરિજન ગુરુદ્રારની સ્થાપના કરી હતી. આ ગુરુદ્રારમાં સવાર સાંજ પૂજા થાય છે, જ્યાં આજે પણ ગાંધીજીની પ્રતિમા હયાત છે. દમોહના સ્વત્રંતા સંગ્રામના લડવૈયા અને સ્થાનિક આગેવાન ખેમચંદ બજાજ આ પ્રતિમાના એક માત્ર સાક્ષી છે. અંગ્રેજો સામેની અસકારની લડતની શરુઆત ગાંધીજીએ મધ્યપ્રદેશના જબલપુરથી કરી હતી. આ સિવાય છિંદવાડામાં અસહકાર આંદોલનની પહેલી બેઠક મળી હતી.

...જ્યારે ગાંધીજીના સન્માનમાં અનેક વેપારીઓએ રસ્તા પર કાપડ પાથરી દીધા હતાં...

આ અંગે ખેમચંદ બજાજ કહે છે કે, 29 ઓક્ટોબર 1933ના રોજ મહાત્મા ગાંધી દમોહ પહોચ્યાં હતા. જ્યાં ગાંધીજી એક ગુજરાતી પરિવારના ઘરે રહ્યાં હતાં. જે ધર હવે ખંડેર બની ગયું છે, પરંતુ આ મકાનમાં બાપુની ઘણી યાદો આજે પણ યથાવત છે. કહેવાય છે કે, અહીં ગાંધીજીના સન્માનમાં કેટલાય વેપારીઓએ રસ્તા પર કાપડ પાથરી દીધા હતાં. જેના પરથી પસાર થઇ ગાંધીજી સભા સુધી પહોચ્યાં હતા. આજ કારણ છે કે, અહીં આજે પણ કાપડનું એક બજાર છે. આવી કેટલીય બાપુની યાદો પ્રાચીન વારસો બની ગઈ છે. જે આજે મધ્યપ્રદેશ સહિત દમોહ માટે ગર્વની વાત છે.

ABOUT THE AUTHOR

...view details