ઓરિસ્સા / ભવાનીપટના : ઓરિસ્સાના કાલાહાંડી જિલ્લામાં રવિવારે હૈદરાબાદ જઈ રહેલી એક બસે પલટી મારતા અંદાજે 30 લોકો ઘાયલ થયા છે.આ સમગ્ર ઘટના મોડી રાત્રે અમપાની વિસ્તારના કેંદુગુડા ગામ પાસે બની હતી. છત્તીસગઢથી આવી રહેલી બસ કાલાહાંડીના ભવાનીપટના શહેરથી હૈદરાબાદ જઈ રહી હતી.
ઓરિસ્સાથી હૈદરાબાદ જઈ રહી બસે પલટી મારતા 30 લોકો ઘાયલ - ઓરિસ્સાનાસમાચાર
ઓરિસ્સાથી હૈદરાબાદ જઈ રહેલી બસે પલટી મારતા 30 લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર અર્થ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બસે પલટી મારતા
પોલીસના જણાવ્યા અનુસાર બસમાં 45 પ્રવાસી સવાર હતા. જેમાંથી 30 લોકો ઘાયલ થયા છે. આ તમામ પ્રવાસીઓ કોકસરા સામુદાયિક સ્વાસ્થય કેન્દ્ર લઈ જવામાં આવી રહ્યા હતા. જેમાંથી 10ની હાલત ગંભીર જાણવા મળી રહી છે.
આ પણ વાંચો :