ગુજરાત

gujarat

By

Published : Apr 3, 2020, 9:49 AM IST

ETV Bharat / bharat

લોકડાઉનમાં વકરેલા કાળા બજાર પર દિલ્હી પોલીસની તવાઇ

કોરોના વાઈરસના કારણે લાગું કરાયેલા લોકડાઉનમાં વસ્તુઓની કાળાબજારી થતી હોવાની વિગતો સામે આવી છે. જેથી દિલ્હી પોલીસ અને રાજ્ય સરકારની સંયુક્ત ટીમે રાષ્ટ્રીય પાટનગરની સંખ્યાબંધ દુકાનો પર દરોડા પાડ્યા હતા અને લાખો રૂપિયાનો માલ કબ્જે કર્યો હતો. તેમજ કેટલાંક વેપારીઓની ધરપકડ પણ કરી હતી.

lockdown
lockdown

નવી દિલ્હી: કોરોના વાઈરસ ફાટી નીકળ્યા બાદ જરૂરી ચીજવસ્તુઓ હેઠળ માલનું બ્લેક માર્કેટિંગ તપાસવા અને લોકડાઉન પગલાંને અમલમાં મૂકવા માટે, દિલ્હી પોલીસ અને રાજ્ય સરકારની સંયુક્ત ટીમે ગુરુવારે રાષ્ટ્રીય સંખ્યાબંધ દુકાનો પર દરોડા પાડ્યા હતા. જેમાં લાખો રૂપિયાની માલ કબ્જે કરી આરોપી વેપારીઓની ધરપકડ કરી હતી.

પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે, જનકપુરી (પશ્ચિમ દિલ્હી)માં નાગરિક પૂરવઠા અધિકારીઓ સાથે આવી એક સંયુક્ત કાર્યવાહીમાં, એમ / એસ રાથી સ્ટોર (ચાણક્ય પેલેસ)ના માલિક ગેરહાજર જોવા મળ્યા હતા. તપાસ કરતાં અને આઉટલેટમાં માલનો રેકોર્ડ ન હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં 115 ક્વિન્ટલ ઘઉં-ચોખા મળી આવ્યા હતા.

અન્ય એક કિસ્સામાં, સંયુક્ત ટીમે ગુરુવારે ઉત્તર-પૂર્વ જિલ્લાના સીલમપુર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. જ્યાં દવાઓ વેચવાના મામલે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે આરોપી વિરુદ્ધ મહામારી અધિનિયમ હેઠળ કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે, સીલમપુરના બે મેડિકલ સ્ટોર્સમાંથી મોટી સંખ્યામાં ફેસ માસ્ક અને સેનિટાઇઝર્સ મળી આવ્યા છે. 23 માર્ચે સંયુક્ત ટીમે આનંદ વિહાર પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા.

આમ, આ મહામારીની વચ્ચે વકરી રહેલા કાળાના બજારને રોકવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details