નવી દિલ્હીઃ આજના દિલ્હીના સમાચાર પત્રોમાં દિલ્હી સરકાર દ્વારા એક જાહેરાત આપવામાં આવી છે. આ જાહેરાત નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોની ભરતી વિશે છે. જિલ્લા વેબસાઇટ દ્વારા અરજી કરવાની રહેશે. તેમાં સિક્કિમને એક અલગ દેશ તરીકે ગણવામાં આવ્યો છે. આ અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે.
દિલ્હી સરકારની જાહેરાતમાં સિક્કિમ અલગ દેશ આ જાહેરાતમાં લખેલું છે કે, 'ભારતનો નાગરિક હોય કે ભૂતાન, નેપાળ અથવા સિક્કિમનો કે દિલ્હીનો રહેવાસી હોય. ભૂતાન અને નેપાળ સ્વાયત્ત દેશો છે, પરંતુ તેમાં સિક્કિમના ઉલ્લેખ અંગે સવાલો ઉભા થઈ રહ્યાં છે. ભાજપે તેને વાંધાજનક ગણાવ્યું છે. આ સમગ્ર મામલે ઇટીવી ભારતે દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી સાથે વાતચીત કરી હતી.
મનોજ તિવારીએ કહ્યું કે, આ જાહેરાત દિલ્હીની સરકારના વિચારને પ્રગટ કરે છે. તેમણે કહ્યું કે, સિક્કિમ ભારતનું ગૌરવપૂર્ણ રાજ્ય છે અને તમે તેને બહાર બતાવી રહ્યાં છો. આમ કરીને, તેઓએ સિક્કિમના નાગરિકોની નાગરિકતા અંગે પણ સવાલ ઉઠાવ્યા છે. મનોજ તિવારીએ કહ્યું કે, જ્યારે મેં સમાચાર પત્રોમાં જાહેરાત જોઈ ત્યારે મને ખૂબ આશ્ચર્ય થયું. આ ખૂબ જ વાંધાજનક છે.
આ જાહેરાત પર સવાલો ઉભા થયા પછી, દિલ્હી સરકારે તેને ટાઇપિંગ ભૂલ ગણાવી છે અને ઝડપથી સુધારવાનું કહ્યું છે. આ અંગે મનોજ તિવારીએ કહ્યું કે, તે ટાઇપિંગ ભૂલ નથી, કારણ કે પરંતુ તેમાં આખું વાક્ય લખ્યું છે અને તેમની જાણકારી વગર તે થઈ શકતું નથી.