શ્રીનગર: રેલવેના પૂર્વ રાજ્યપ્રધાન મનોજ સિંહાએ જમ્મુ-કાશ્મીરના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે પદભાર સંભાળ્યો છે. આ માહિતી રાષ્ટ્રપતિ ભવન દ્વારા આપવામાં આવી છે.
મનોજ સિંહા, નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં રેલવે રાજ્ય પ્રધાન અને સંદેશાવ્યવહાર પ્રધાન તરીકે ચાર્જ સંભાળી ચૂક્યા છે.