લખનઉઃ જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ તરીકે પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ સિન્હાની નિમણૂક કરવામાં આવી છે.
બુધવારે ગિરીશચંદ્ર મુર્મુએ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ પદે પરથી રાજીનામું આપ્યું હતું. હવે આ પદ માટે રાષ્ટ્રપતિ ભવન દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતા જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ તરીકે નિમવામાં આવ્યાં છે.
કોણ છે મનોજ સિન્હા?
ઉત્તર પ્રદેશની ગાજીપુરથી સાંસદ મનોજ સિન્હા એક પણ વિધાનસભા ઈલેક્શન નથી લડી. કેમેરાથી દૂર રહી કામ પર વધુ ફોકસ કરનારા મનોજ સિન્હા ભાજપના મોટા નેતા છે. મનોજ સિન્હા 1982માં 23 વર્ષની વયમાં બીએચયૂના પ્રેસિડેંટનુ ઈલેક્શન જીતીને એક્ટિવ પોલિટિક્સમાં ઉતર્યા હતાં. મનોજ સિન્હાની સૌથી મોટી તાકત તેમની મિસ્ટર ક્લિનની ઈમેજ છે. તેમના પર કોઈ પણ પ્રકારનો આરોપ લાગ્યો નથી. ભ્રષ્ટાચાર મુક્તની ક્લીન ઈમેજ અને અવિવાદિત છબીથી અમિત શાહ અને પીએમ મોદીના પ્રિય રહ્યાં છે.
બીજી તરફ મનોજ સિન્હા અમિત શાહ અને રાજનાથસિંહના ખૂબ જ નિકટના માનવામાં આવે છે. મનોજ સિંહ્ના અજાતશત્રુ છે. જેથી પોલિટિક્સમાં આવા નેતાનો પાર્ટીની અંદર કે પાર્ટીની બહાર કોઈ દુશ્મન નથી. રેલવે મંત્રાલયમાં એક રાજ્ય પ્રધાનનું કામ કરવાનો અનુભવ ધરાવનાર મનોજ સિન્હાને વડાપ્રધાને ટેલીકોમ મિનિસ્ટ્રીનો વધારાનો પ્રભાર પણ આપ્યો હતો.
આમ, ઓલરાઉંડર, એફિશિએંસી અને પોલિટિકલી સ્માર્ટનેસથી સિન્હા ખૂબ જ જુદા લીડર સાબિત થાય છે. મનોજ સિન્હા એક સંતુલિત વક્તા પણ છે. તોલમોલ કરી અને સંતુલન સાથે વાત છે. 2017ના યુપી ઈલેક્શનમાં સિન્હા એવા સ્ટાર પ્રચારક રહ્યા, જેમને હેલીકોપ્ટર આપવામાં આવ્યુ હતું. સિન્હાનો વિવેક અને કાર્ય કુશળતા PM મોદી અને અમિત શાહનો વિશ્વાસ મજબૂત કરે છે.
આ પહેલા જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મુએ રાજીનામું આપી દીધું હતું. મુર્મુ ઓક્ટોબર, 2019માં આ પદ પર નિયુક્ત થયા હતાં. હવે કહેવામાં આવ્યું રહ્યું છે. કે, મુર્મુને CAGનો પદભાર આપવામાં આવી શકે છે. મુર્મુનું રાજીનામું એવા દિવસે પડ્યું છે કે, જ્યારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ-370ની મોટાભાગની જોગવાઈઓ સમાપ્ત કરવાને ગત રોજ એક વર્ષ વિત્યું છે.