નામાંકન દરમિયાન અહીં તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. તેની સાથે સાથે હરિયાણાના શિક્ષણ પ્રધાન રામવિલાસ શર્મા અને કેન્દ્રીય પ્રધાન રતનલાલ કટારિયા પણ હાજર રહ્યા હતા.
હરિયાણા ચૂંટણી: CM ખટ્ટરે ઉમેદવારી પત્ર ભર્યું, યોગી આદિત્યનાથ પણ રહ્યા હાજર - એક જનસભાનું પણ આયોજન
કરનાલ: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019 ભાજપ મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરની આગેવાનીમાં લડી રહી છે. મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર એક વાર ફરી કરનાલ વિધાનસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે.
haryana cm nomition
અહીં નામાંકન ભરતા પહેલા એક જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં યોગી આદિત્યનાથ સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.