પ્રાંતના પૂર્વ ભાજપ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ મદનલાલ સૈનીના નિધનથી ખાલી થયેલી બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે.
રાજસ્થાન: રાજ્યસભાની બેઠક માટે કોંગ્રેસ મનમોહને મેદાનમાં ઉતારે તેવી શક્યતા
જયપુરઃ પૂર્વ ભાજપ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ મદનલાલ સૈનીના નિધન બાદ રાજસ્થાનમાં રાજ્યસભાની એક બેઠક ખાલી થઈ છે. જે માટે 26 ઓગસ્ટે ચૂંટણી યોજાશે. આ માટે 7 ઓગસ્ટે નોટીફીકેશન જાહેર થશે. આ બેઠક માટે કોંગ્રેસ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને મેદાને ઉતારે તેવી શક્યતાઓ છે.
manmohan
આ બેઠક પર 26 ઓગસ્ટે ચૂંટણી યોજાશે, જેનું 7મી ઓગસ્ટે નોટિફિકેશન જાહેર થશે. 16 ઓગસ્ટે નામાંકનપત્ર ભરાશે. જ્યારે 19 ઓગસ્ટ સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે. તમામ રાજકીય સ્થિતિ ઠીક રહી તો 8 મહિના પહેલા એક રાજસ્થાનથી કોંગ્રેસને એક રાજ્યસભા સાંસદ મળી શકશે. ઈતિહાસમાં પ્રથમવાર રાજસ્થાનમાંથી 10માંથી કોંગ્રેસનો એક પણ સાંસદ ચૂંટાયો નથી.