ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સામાન્ય માણસની જેમ કરતારપુર સમારોહમાં જશે મનમોહનસિંહઃ પાકિસ્તાને કર્યો દાવો - પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહએ તેમને એક પત્ર લખ્યો છે. જેમાં મનમોહનસિંહએ લખ્યું છે કે, કરતારપુર કોરિડોરના ઉદ્ધાટનમાં મુખ્ય મહેમાન સ્વરૂપે નહી પરંતુ, સામાન્ય વ્યક્તિ જેમ આવશે. જાણો વિગત...q

પાક વિદેશ પ્રધાન

By

Published : Oct 20, 2019, 8:53 PM IST

પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ 9 નવેમ્બરના રોજ કરતારપુર ગલિયારેના ઉદ્ધાટન સમારોહમાં એક સામાન્ય વ્યક્તિ તરીકે જોડાશે. કુરેશીએ વધુમાં કહ્યું હતું કે, અમે પણ એક સામાન્ય માણસ તરીકે તેમની હાજરીને સ્વીકારીશું

નોંધનીય છે કે, પાકિસ્તાનના કરતારપુરમાં આવેલા દરબાર સાહિબને ભારતના પંજાબ પ્રાંતના ગુરદાસપુરના ડેરા બાબા નાનક ગુરુદ્વારાને જોડશે અને આ ગલિયારેમાં ભારતીય યાત્રાળુઓને વિઝા વિના મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે. તેમ છતાં, તેમણે કરતારપુર સાહિબની મુલાકાત લેવાની પરવાનગી લેવી પડશે, જેની સ્થાપના 1522 માં ખુદ પહેલા શીખ ગુરુ ગુરુ નાનક દેવજીએ કરી હતી.

પાકિસ્તાન ભારતીય સરહદથી કરતારપુરના ગુરુદ્વારા દરબાર સાહિબ સુધી એક કોરિડોર બની રહ્યો છે, જ્યારે બાકીનો ભાગ તે પંજાબમાં સીમાથી ડેરા બાબા નાનક સુધી કોરિડોર ભારત બનાવી રહ્યો છે.

કુરેશીએ કહ્યું કે વડાપ્રધાન ઇમરાનખાન પાકિસ્તાનના ભાગરૂપે આવેલા કોરિડોરનું ઉદ્ઘાટન કરશે, જેનાથી 5,000, ભારતીય શ્રદ્ધાળુઓ દૈનિક પવિત્ર સ્થળની મુલાકાત લેશે.

ABOUT THE AUTHOR

...view details