અહીં તેમની સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંઘી, ગુલામ નવી આઝાદ ,અહેમદ પટેલ, આનંદ શર્મા સહીતના કોંગ્રેસી નેતાઓ આ શપથવિધિમાં હાજર રહ્યા હતાં.
મનમોહન સિંહે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા - election
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે શુક્રવારના રોજ રાજ્યસભાના સાંસદના શપથ લીધા છે. અહીં પૂર્વ વડાપ્રધાનને સભાપતિ વેંકૈયા નાયડૂ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતાં.
file
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત પણ અહીં આ અવસરે હાજર રહ્યા હતાં.
આપને જણાવી દઈએ કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ રાજ્યસભા માટે રાજસ્થાનના જયપુરમાંથી રાજ્યસભાના સાંસદ તરીકેનું નામાંકન દાખલ કર્યું હતું. અહીં સમયની સીમાને ધ્યાને રાખી અન્ય કોઈ ફોર્મ નહીં આવતા ડૉ. સિંહ બિનહરિફ ચૂંટાઈ આવ્યા હતાં.