નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે સાર્વજનિક ક્ષેત્રમાં બેન્કની હાલત માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રધુરામ રાજનને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, મનમોહન સિંહ અને રાજનનો કાર્યકાળ સરકારી બેન્કો માટે સૌથી ખરાબ સમય હતો. હું રઘુરામ રાજનનું એક મહાન વિદ્વાન રુપમાં સન્માન કરુ છું. તેઓને કેન્દ્રીય બેન્કમાં ત્યારે લેવાયા જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા તેજીમાં હતી.
મનમોહન સિંહ-રાજનનો કાર્યકાળ સાર્વજનિક બેન્ક માટે સૌથી ખરાબ સમય હતો : સીતારમણ
ન્યૂયૉર્ક : નાણાંપ્રધાન સીતારમણે કોલંબિયા યૂનિવર્સિટીના સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ એન્ડ પબ્લિક અફેયર્સમાં કહ્યું કે, સમગ્ર સાર્વજનિક બેન્કોને બેઠી કરવી તે મારું પ્રથમ કર્તવ્ય છે.
RBIના પૂર્વ ગવર્નર રાજનની મોદી સરકાર પર ટિપ્પણી સંદર્ભે સીતારમણે કહ્યું કે, રાજનના કાર્યકાળમાં બેન્ક લોન સાથે અનેક સમસ્યાઓ જોડાયેલી હતી,રાજને હાલમાં જ બ્રાઉન યૂનિવર્સિટીમાં મોદી સરકારની નિષ્ફળતાઓ અંગે કહ્યું કે, સરકારે પ્રથમ કાર્યકાળમાં અર્થવ્યવસ્થા પર સારૂ યોગ્ય કામ નહોતુ કર્યુ.નાણાંપ્રધાને કહ્યું કે, રિઝર્વ બેન્કના ગવર્નરના રુપમાં તે રાજનનો જ કાર્યકાળ હતો. હું કોઈની હાંસી નથી ઉડાવતી, પરંતુ તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપવા માંગુ છું. મને આશા છે કે રાજન જે પણ કહે છે તે સમજી વિચારીને કહે છે. પરંતુ આજે સ્પષ્ટ કરવા માંગુ છું. કે, ભારતની સાર્વજનિક બેન્ક એટલી ખરાબ સ્થિતિમાં નથી, જેટલી મનમોહન સિંહ અને રાજનના કાર્યકાળ દરમિયાન હતી.
આ કાર્યક્રમમાં નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયા, અર્થશાસ્ત્રી જગદીશ ભગવતી અને ન્યૂયૉર્કમાં ભારતના મહાવાણિજ્ય સંદીપ ચક્રવતી પણ હાજર હતા.