ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નાણા પંચે રાજ્યો પર એકપક્ષીય શરતો લાદવી ન જોઈએ: મનમોહન સિંહ

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 15માં રાષ્ટ્રીય નાણાપંચના વિષય અને શરતોમાં ફેરફારની નીતિને એકપક્ષીય ગણાવી શનિવારે કેન્દ્ર સરકારની નિંદા કરી છે. તેમણે કહ્યું હતું કે, એકપક્ષીય વિચારધારા સંધીય નીતિ અને સહકારી સંઘવાદ માટે યોગ્ય નથી.

indian economy slowdown

By

Published : Sep 14, 2019, 10:22 PM IST

Updated : Sep 14, 2019, 11:35 PM IST

સિંહે નાણાપંચ સમક્ષ રાખવામાં આવેલા વધારાના વિષયો અને રાજ્યો પર તેમના સંભવિત પ્રભાવ વિશે રાજધાની દિલ્હીમાં એક રાષ્ટ્રીય ચર્ચાગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ડૉ. સિહે કહ્યું હતું કે, નાણાપંચના વિષય અને શરતોમાં ફેરફાર કરવા ઈચ્છે છે તો સાચી રીત એ છે કે, આ અંગે રાજ્યના મુખ્યપ્રધાનો સાથે ચર્ચા કરી તેમની સંમતિ લેવામાં આવે.

તેમણે વધુમાં આગળ જણાવ્યું કે, આવું નહીં કરતા એવો સંદેશો જાય છે કે, ધનની વહેંચણી મામલે કેન્દ્ર સરકાર રાજ્યોનો અધિકાર હડપવાની કોશિશ કરી રહી છે. મને લાગે છે કે, આપણે જે દેશની સંધીય નીતિ અને સહકારવાદી સંઘવાદની કસમ ખાઈએ છીએ, તેના માટે આ ઠીક નથી.

સિંહે આગળ ઉમેર્યું હતું કે, પંચનો રિપોર્ટ નાણામંત્રાલયમાં જાય છે. ત્યાર બાદ તેને મંત્રીમંડળમાં મોકલવામાં આવે છે. આવા સમયે હાલની સરકારને એ જોવું જોઈએ કે, રાજ્યના આયોગ પર એકપક્ષીય દ્રષ્ટિકોણ થોપવાની જગ્યાએ સંસદનો જે પણ આદેશ છે તેનું પાલન થાય.

અહીં ઉલ્લેખનીય ચે કે, 15માં નાણાપંચે રાજ્યોની વચ્ચે રાશિની વહેંચણીનો આધાર 1971ની બદલે 2011ની વસ્તીને ધ્યાને રાખી નિર્ણયમાં ફેરફાર કર્યો છે.

જોવા જઈએ તો, દક્ષિણ ભારતના અમુક રાજ્યોમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. એન. કે. સિંહની અધ્યક્ષતામાં 15માં નાણાપંતની રચના 27 નવેમ્બર 2017ના રોજ સ્થાપવામાં આવ્યું છે.

જેને પોતાની ભલામણો 30 ઓક્ટોબર 2019 સુધીમાં જમા કરાવાની હોય છે, જેને વધારીને 30 નવેમ્બર 2019 કરી દેવામાં આવી છે.

Last Updated : Sep 14, 2019, 11:35 PM IST

ABOUT THE AUTHOR

...view details