પૂર્વ પીએમ મનમોહન સિંહ આજે જયપુરમાં ઉમેદવારી પત્ર નોંધાવવા માટે રવાના થયા હતા. ત્યારે રાજસ્થાનના CM અશોક ગેહલોતે તેમનું સ્વાગત કર્યું હતું. આપને જણાવી દઈએ કે મનમોહન સિંહનો રાજ્યસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. તેઓ હાલમાં કોઈ પણ ગૃહના સભ્ય નથી.
પૂર્વ PM મનમોહનસિંહે રાજસ્થાનથી રાજ્યસભાની ઉમેદવારી નોંધાવી
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે મંગળવારે રાજ્યસભાના સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે રાજ્યના મુખ્યપ્રધાન અશોક ગેહલોત, ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ સહિત અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
hmkhj
મળતી માહિતી મુજબ રાજસ્થાનમાં મદનલાલ સૈનીના અવસાન બાદ કોંગ્રેસની ખાલી બેઠક પરથી કોંગ્રેસ મનમોહન સિંહને રાજ્યસભા મોકલશે.
રાજસ્થાનમાં, રાજ્યસભાની એક બેઠક માટે 26 ઓગસ્ટના રોજ ચૂંટણી યોજાવવાની છે. ત્યારે, મતગણતરી પણ તે જ દિવસે યોજાશે. આ માટેનુ નામાંકન ભરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ છે. જ્યારે, ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 19 ઓગસ્ટ છે.
TAGGED:
Manmohan Singh news