અહીં ઉલ્લેખનીય છે કે, ટ્રપ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ટ્રંપ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, મોદીએ કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતા કરવાની વાત કરી હતી. કોંગ્રેસે સદનમાં આ મુદ્દા પર PM મોદી પાસેથી જવાબ માંગ્યો છે. આ માંગને લઈ કોંગ્રેસે સદનમાંથી વોકઆઉટ પણ કર્યુ હતું.
ટ્રંપની વાતથી ધ્યાન ભટકાવવા ટ્રિપલ તલાકનું બિલ લાવવામાં આવ્યુ: કોંગ્રેસ - ત્રિપલ તલાખ પર કોંગ્રેસનું નિવેદન
નવી દિલ્હી: મોદી સરકાર આજે લોકસભામાં ટ્રિપલ તલાકનું બિલ પસાર કરવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસે લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પસાર કરવા પર સવાલ ઉભા કર્યા છે. કોંગ્રેસી સાંસદ મનીષ તિવારીએ કહ્યું છે કે, આ બિલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રંપના નિવેદન પરથી ધ્યાન ભટકાવવા માટે પસાર કરવામાં આવી રહ્યું છે.

teiple talaq Bill
અગાઉ મનીષ તિવારીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, લોકસભામાં આજે ટ્રિપલ તલાક બિલની નાટકીય ઉપસ્થિતી થશે. આ બિલ ટ્ર્ંપના નિવેદન પરથી લોકોનું ધ્યાન ભટકાવવામાં માટે પસાર કરવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસે સાંસદે જણાવ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિના દાવા પર વડાપ્રધાને જવાબ આપવો જોઈએ. તેમણે જણાવવું પડશે કે ટ્રંપ અને તેમની વચ્ચે શું વાત થઇ હતી.