ગુજરાત

gujarat

ETV Bharat / bharat

DU સામે કાર્યવાહી કરવા મનીષ સિસોદિયાએ ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવને પત્ર લખ્યો - મનીષ સિસોદિયાએ ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવને પત્ર

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવને દિલ્હી યુનિવર્સિટી (DU) સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પત્ર લખ્યો છે.

દિલ્હી યુનિવર્સિટી સામે કાર્યવાહી કરવા મનીષ સિસોદિયાએ ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવને લખ્યો પત્ર
દિલ્હી યુનિવર્સિટી સામે કાર્યવાહી કરવા મનીષ સિસોદિયાએ ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવને લખ્યો પત્ર

By

Published : Jul 22, 2020, 3:16 PM IST

નવી દિલ્હી: સચિવને લખવામાં આવેલા પત્રમાં દિલ્હી યુનિવર્સિટી દ્વારા ગવર્નિંગ બોડીની પેનલનું નામ વારંવાર માગ્યું હોવા છતાં નહીં મોકલવાનું કારણ આપવામાં આવ્યું છે. પત્રમાં મનીષ સિસોદિયાએ લખ્યું છે કે, દિલ્હી સરકાર દ્વારા અંશત અને સંપૂર્ણ રીતે ભંડોળ પૂરું પાડતી ઘણી કોલેજોની નિયમિત ગવર્નિંગ બોડીની રચના કરવામાં આવી નથી. કોલેજ માર્ચ 2019થી અધૂરા ગવર્નિંગ બોડી સાથે કામ કરી રહી છે.

સિસોદિયાએ ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મને કહેવામાં આવ્યું છે કે, DU (દિલ્હી યુનિવર્સિટી) ની 6 કોલેજ લક્ષ્મીબાઈ કોલેજ, કાલિંદી કોલેજ, કેશવ કોલેજ, આદિતિ કોલેજ, મહર્ષિ વાલ્મિકી કોલેજ ઓફ એજ્યુકેશન અને દીન દયાલ ઉપાધ્યાય કોલેજમાં ગવર્નિંગ બોડીની પેનલ રચવામાં આવી નથી. સરકાર તરફથી વારંવાર રિમાઇન્ડર્સ આપવા છતાં નામ સાથે પૂર્ણ પેનલ મોકલવામાં આવી ન હતી.

વઘુમાં તેમણે લખ્યું છે કે, કેટલીક કોલેજોએ પૂર્ણ પેનલના અભાવમાં પણ અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, આ કોલેજોમાં ભ્રષ્ટાચારને દબાવા ષડયંત્ર સૂચવે છે.

દિલ્હી યુનિવર્સિટીની 28 કોલેજોમાં 12 તે કોલેજ છે, જેને દિલ્હી સરકાર તરફથી 100 ટકા ભંડોળ મળે છે. બાકીનો 5 ટકા ભંડોળ દિલ્હી સરકાર આપે છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details