નવી દિલ્હી: કોરોનાની ઝપેટમાં આવી ગયેલા દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન જ્યાં સુધી સ્વસ્થ ન થાય ત્યાં સુધી દિલ્હીના ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને દિલ્હી આરોગ્ય મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
દિલ્હીના "આરોગ્ય પ્રધાન કોરોનાથી બિમાર થયા", હવે આરોગ્ય મંત્રાલયની જવાબદારી સંભાળશે મનીષ સિસોદિયા - Manish Sisodia
દિલ્હીના ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને સત્યેન્દ્ર જૈનની અનુપસ્થિતિમાં દિલ્હી આરોગ્ય વિભાગની જવાબદારી સંભાળવા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આદેશ કર્યો છે.
મનીષ સિસોદિયા
સત્યેન્દ્ર જૈનને કોરોના પોઝિટિવ આવતા તેમને રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પીટલમાં દાખલ કરવમાં આવ્યા છે. તેમને કોરોનાના સંક્રમણથી મુક્ત થવામાં કેટલો સમય લાગી શકે છે તે કહી શકાય તેમ નથી. પરંતુ દિલ્હીમાં જે રીતે કોરોના મહામારીનો પ્રકોપ વધતો જાય છે તે જોતા દિલ્હીના મુખ્યપ્રધાને આરોગ્ય મંત્રાલયની જવાબદારી મનીષ સિસોદિયાને આપી છે.