નવી દિલ્હી: દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા અને ભાજપના ઉમેદવાર રવિન્દર સિંહ નેગી પાટપરગંજ વિધાનસભા બેઠક પર જીત મેળવવા માટે કમર કસી હતી. જો હાલના આંકડાઓ પર નજર કરવામાં આવે તો નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયા 800 મતથી પાછળ ચાલી રહ્યાં છે. જ્યારે ભાજપના રવિન્દર સિંહ નેગી આગળ ચાલી રહ્યાં છે.
પાટપરગંજ બેઠક: 1993 સતત ચર્ચામાં રહી, આજે AAPના 'મનીષ' પાઠળ - દિલ્હી વિધાનસભા
દિલ્હીની પાટપરગંજ બેઠક હંમેશા માટે મહત્વની રહે છે. જે રીતે આ વખતે પણ રાજધાની દિલ્હીમાં વિધાનસભામાં બીજા નંબરની મહત્વની ગણાતી બેઠક પરથી હાલના આંકડાઓ મુજબ નાયબ મુખ્યપ્રધાન સિસોદીયા પાછળ ચાલી રહ્યાં છે, ત્યારે બેઠક પર કોણ બનશે કિંગ તે તો આવનારા કલાકો જ બતાવશે.
રાજધાની વિધાનસભાની પાટપરગંજ બેઠક અરવિંદ કેજરીવાલની નવી દિલ્હી બેઠક પછીની "આપ"ની પ્રતિષ્ઠિત બીજા નંબરની બેઠક ગણાય છે, જ્યાં ભાજપે 1993માં આ બેઠક પરથી જીત મેળવી હતી, ત્યારબાદ સિસોદીયા આ બેઠક પરથી 2013 અને 2015માં સતત બે વખત જીતી મેળવી હતી, ત્યાં સુધી તે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી. હાલમાં દિલ્હીમાં મતગણતરી શરૂ છે અને જો સમગ્ર દિલ્હીની મતણતરીની વાત કરવામાં આવે તો આપ આગળ ચાલી રહ્યું છે અને ફરી સતત હેટ્રિક કરી છે. જેથી રાજધાનીમાં ગાદી સંભાળે તો તેમાં કંઇ પણ કહેવુ નવું નથી.